________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
શેઠ તમારા હિતની એક વાત કહ્યા સિવાય મારાથી રહેવાતું નથી વણિકની આ ધાંધલ જોઈ મહારાજને હસવું આવ્યું અને તેના અત્યંત વ્યસ્ત જીવન પ્રત્યે કરુણા ઊપજી. તેઓ તેને શાંતિ આપતાં કહેવા લાગ્યા : ‘શેઠ! તમને ઘણું કામ હશે એ વાત સાચી છે, છતાં તમારા હિતની એક વાત કહ્યા સિવાય મારાથી રહેવાતું નથી. હું તમને હવે વધુ ખોટી નહિ કરું, પણ મારે તમને કહેવાનું આટલું જ છે; પછી તેના કાન પાસે મોઢું લઈ જઈ તેને કહ્યું : ‘શેઠિયા ! આજથી ત્રીજે દિવસે તારું મૃત્યુ છે, માટે ચેતવું હોય તો ચેતી લેજે !
તે વણિકે પંચાવન કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને જો છપ્પન કરોડ પૂરા થાય તો છપ્પન ઉપર દેવની ભૂંગળ વાગે, એ માટે તે વલખાં મારતો હતો; પરંતુ મહાત્માની આ વાત સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પાગલ જેવો થઈ ગયો અને તેના ડોળા આમતેમ ફરવા લાગ્યા. તે શોકાતુર થઈ ઘેર આવ્યો. પણ હવે ત્રણ દિવસમાં એક કરોડ રૂપિયા કેમ આવે ને છપ્પન કરોડ પૂરા કેમ થાય એવા તે વિચાર કરવા લાગ્યો; ને બીજી બાજુ મૃત્યુનો ભય તેને સતાવવા લાગ્યો. મોતની બીકથી તેને ઝાડો-પેશાબ છૂટી ગયા. શરીરમાં વાતપિત્તકફના ત્રણેય દોષ શરૂ થઈ ગયા.
સ્વર્ગમાં સીવવાની સોય મળતી નથી માટે આ એક સાથે લેતા જાઓ
૧૦૩
તે મહાત્મા શ્રીમંત વણિકની ગંભીર હાલતના સમાચાર જાણી તેને જોવા માટે તેને ઘેર ગયા ને કહેવા લાગ્યા : ‘શેઠિયા ! સ્વર્ગ-લોકમાં સીવવાની સોય મળતી નથી માટે આ લ્યો, અને સાથે લઈ જજો.’ આમ બોલીને તેને સોય આપવા લાગ્યા. ત્યારે શ્રીમંત કહે : ‘મારા શરીરને તો અહીં