________________
૫૯
સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો કે માષ એટલે અડદ અને તુષ એટલે છોડાં જેમ ભિન્ન છે, તેમ સારરૂપ એવો આત્મા અને અસાર એવું શરીર બન્ને ભિન્ન ભિન્ન છે.
એવા ભાવ સહિત “માષ તુષ ભિન્ન’ ગોખતાં તેને આત્માનો અનુભવ થવા લાગ્યો અને તે આત્મભાવના-ની એકાગ્રતામાં, ચૈતન્ય- માત્ર આત્મામાં લીન થઈ જતાં, ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પામ્યા.
આવી ભાવોની શુદ્ધિથી અપૂર્વ સિદ્ધિ થઈ. માટે ભાવ શુદ્ધ કરવાનો જ સત્પરુષોનો પ્રધાન ઉપદેશ છે.” (અષ્ટપ્રાભૃતમાંથી)
વૃત્તિને અંતર્મુખ કરવી એ જ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય કેવળ અંતર્મુખ થવાનો સપુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય
કોઈકે જીવને સમજાય છે. મહત્પષ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સસ્તુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૐ” (વ. પૃ.૬૧૫)
દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે; માટે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો
“ચિ ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે; તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છુટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે.
આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.” (વ.પૃ.૩૨૦)
વિચારવાન પુરુષો મૂચ્છભાવે થતો ખેદ પલટાવી વૈરાગ્યભાવમાં આવે છે “આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્થંભતીર્થ.
સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં