________________
‘ધર્મામૃત’માંથી
૩૩૭
દેહની સાથે રાગ, દ્વેષ, મોહાદિકને કૃશ કરી આ લોક પરલોક સંબંધી સમસ્ત વાંછાનો અભાવ કરી, દેહ, જીવન, મરણ, કુટુંબ, પરિગ્રહ આદિ સર્વ પરદ્રવ્ય ઉપરથી મમતા છોડી પરમ વીતરાગતા સહિત, સંયમ સહિત મરણ કરવું તે કષાયસલ્લેખના છે. વિષય, કષાયને જીતનારની જ સમાધિમરણ માટે યોગ્યતા ગણાય છે. વિષય કષાયને વશ હોય તેને સમાધિમરણ થાય નહીં.”
(પૃ.૩૫૧)
*
પરમાત્મપ્રકાશ'માંથી
*
*
“જે સમાધિ કરતા નથી, છેદી વિષય કષાય;
યોગિન્, તે પરમાત્મના આરાધક ન જ થાય. ૧૯૨
વિષય અને કષાયોને મૂળમાંથી દૂર કરીને જે ત્રણ ગુતિરૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી તે હે યોગી ! પરમાત્માના આરાધક થતા નથી.
વિષયકષાય શુદ્ધાત્મતત્ત્વના શત્રુઓ છે. જ્યાં સુધી તેઓને ટાળવામાં ન આવે ત્યાં સુધી આત્મા પરમાત્માનો આરાધક ન થઈ શકે. વિષય કષાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધાત્માનો આરાધક હોઈ શકે છે, આકંઠ વિષયકષાયોમાં ડૂબેલા જીવ પરમાત્મ તત્ત્વથી અત્યંત દૂર છે. સમાધિ-ધ્યાનથી પરમાત્માની આરાધના થાય છે. તે ધ્યાનના મુખ્ય પાંચ કારણો છે.
"वैराग्यं तत्त्वविज्ञानं नैर्ग्रन्थ्यं वशचित्तता । जितपरीषहत्वं च पञ्चैते ध्यानहेतवः ॥”
અર્થાત્ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિર્પ્રન્થતા (પરિગ્રહ રહિતપણું), મનોજય, અને આવેલા ઉપસર્ગ તથા પરિષહોનો જય આ પાંચ ધ્યાનનાં કારણો છે. વિષયકષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધાત્માનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે, શુદ્ધાત્માની ઉપલબ્ધિ રૂપ તત્ત્વવિજ્ઞાન છે, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગયુક્ત નિગ્રન્થતા છે, નિશ્ર્ચિતપણે આત્માનુભૂતિરૂપ મનોજય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં બાહ્ય સહાયક—આવેલા ઉપસર્ગોને જીતીને આત્મામાં સ્થિર રહેવારૂપ—પરિષહજય છે. આ કારણોની પ્રાપ્તિથી ધ્યાન સંપૂર્ણપણે થાય છે અને તેથી પરમાનંદરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. ૧૯૨
પરમ સમાધિ ધરીય જે ૫૨માત્મા ન લહેત;
તે મુનિઓ બહુવિધ સહે, ભવદુઃખકાળ અનંત. ૧૯૩
જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને પણ આત્માને જાણતા નથી, તે અનેક પ્રકારનાં સંસાર સંબંધી દુ:ખોને અનંત કાળ સુધી ભોગવે છે અને પરિભ્રમણ કર્યા કરે છે. માનસિક પીડાને આધિ કહે છે, અને દેહ સંબંધી દુઃખોને વ્યાધિ કહેવામાં આવે છે. પરબ્રહ્મ જાણ્યા વિના આ જીવ