________________
૩૩૬
સમાધિમરણ
જે જડબુદ્ધિ જીવ, પોતાથી અન્ય એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, આદિનાં ન નિવારી શકાય તેવાં મરણ જોઈ તે પ્રસંગે, પોતાનાં સમજીને મમતાભાવથી અતિશય વિલાપ કરે છે, તે જડબુદ્ધિને, નિર્ભયતાપૂર્વક સમાધિમરણ કરવાથી જે મહાન કીર્તિ અને પરલોકની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. માટે બુદ્ધિમાન મનુષ્ય મરણ પ્રાપ્ત થતાં કોઈ પ્રકારનો શોક નહિ કરવો જોઈએ.
જે જે જન્મ્યા છે તે તે અવશ્ય મરણ પામશે જ. તેના મરણને કોઈ રોકી શકનાર નથી જ. આમ જ્યાં સિદ્ધાંત છે, ત્યાં પછી સ્ત્રી, પુત્ર, મિત્ર પ્રત્યક્ષ આપણાથી ભિન્ન છે–પોતાનાં નથી–તેને પોતાનાં માનીને આ જીવ તેના મરણ થતાં કેમ રડે છે, કે શોક કરે છે? એ શોચનીય છે. એ જ પ્રકારે જ્યારે પોતાનું મરણ સન્મુખ આવે છે ત્યારે પણ વિલાપ કરે છે, તેથી તેની અપકીર્તિ થાય છે અને પરલોકમાં ગતિ પણ બગડે છે. તેથી તે જો નિર્ભયતાપૂર્વક મમતા ત્યાગીને સમાધિ મરણને સ્વીકારે છે તો તેની કીર્તિ પ્રસરે છે અને પરલોકમાં સ્વર્ગાદિ અભ્યદયની સિદ્ધિ પણ અવશ્ય થાય છે. માટે વિવેકી આત્માર્થી મનુષ્યોનું કર્તવ્ય છે કે મરણ પોતાનું કે પરનું જ્યારે અનિવાર્ય છે ત્યારે તેવા પ્રસંગે તેણે શોક તજીને, મમતા તજીને, સમાધિમરણ સાધવા જ શૂરવીર થવું.” (૧૮૫)
સમાધિસોપાનમાંથી -
સમાધિમરણ કરવા અર્થે સલ્લેખનાના પ્રકાર “સલ્લેખના બે પ્રકારની છે. એક કાયસલ્લેખના; બીજી કષાયસલ્લેખના. અહીં સલ્લેખનાનો અર્થ સમ્યક્ટ્રકારે કુશ કરવું એવો છે.
કાયસલ્લેખના- કાયાને કૂશ કરવી તે કાયસલ્લેખના છે. આ કાયાને જેમ જેમ પુષ્ટ કરો, સુખશીલિયા રાખો તેમ તેમ ઇંદ્રિયના વિષયોની તીવ્ર લાલસા ઉપજાવે છે, આત્માની નિર્મળતાનો નાશ કરે છે; કામ-લોભાદિકને વધારે છે; નિદ્રા, પ્રમાદ, આળસ આદિને વધારે છે. પરિષહ સહન કરવામાં અસમર્થ થાય છે, ત્યાગ સંયમ માટે તૈયાર થતી નથી. આત્માને દુર્ગતિમાં વાત-પિત્ત-કફ આદિ અનેક રોગો ઉત્પન્ન કરી મહા દુર્ગાન કરાવી સંસારપરિભ્રમણ કરાવે છે. તેથી અનશન આદિ તપશ્ચર્યા કરીને આ શરીરને કૃશ કરવું, જેથી રોગાદિ વેદના ઊપજતી નથી, પરિણામ મંદ, પુરુષાર્થહીન, જડ જેવાં થતાં નથી”....(પૃ. ૩૪૮)
કષાયસલ્લેખના- “જેવી રીતે કાયાને તપશ્ચરણ વડે કૃશ કરવી, તેવી જ રીતે રાગ, દ્વેષ, મોહ આદિ કષાયોને પણ સાથે સાથે કૃશ કરવા તે કષાયસલ્લેખના છે. કષાયોની સલ્લેખના વગર કાયાની સલ્લેખના વૃથા છે. કાયાનું કૃષપણું તો પરવશપણે રોગી ગરીબ મિથ્યાવૃષ્ટિને પણ હોય છે.