________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૩૧
ગાડીમાં જવું હોય તો તૈયારી કરે તેમ સમાધિમરણ માટે તૈયારી કરવી
દેહ છે તે એક ધર્મશાળા જેવો છે. વૈરાગ્યમાં વૃત્તિ વાળવી. વૈરાગ્યને કેળવવાનો છે. દેહમાં મોહ કરવો નહીં. બીજાનો દેહ છૂટી જવાથી હું ખેદ કરી રહ્યો છું, પણ મેં તો કશી તૈયારી કરી નથી. મારે માથે પણ મરણ તો છે. માટે હું દેહથી ભિન્ન છું, એવું મને કરવા દે. એમ તે વખતે વિચાર કરવો. મરણના પ્રસંગે જીવને ખેદ થાય તે ભુલી જઈને હું કઈ સ્થિતિમાં છું એ વિચારવું. કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. મરણની તૈયારી કરી બેસવું. ગાડીમાં જવું હોય તો પહેલાં તૈયારી કરવાની જરૂર છે. સમાધિ મરણને માટે કેમ કરવું તે માટે “ભગવતી-આરાધના” વગેરે પુસ્તકો છે. જે આચાર્ય હોય તે બાર વર્ષ મરણ પહેલાં તીર્થયાત્રા કરવા જાય છે. ત્યારે પુરુષોની શોધ કરે છે અને પછી તેમની પાસે રહી સમાધિમરણ કરે છે.” (બો.૧૭૯)
કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય' “કષાયો ઓછા કરવાના છે. કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય. સમાધિમરણ કરાવે એવા પુરુષનો સમાગમ થવો બહુ દુર્લભ છે. સમકિતનું કેટલું માહાભ્ય છે તે જીવના