________________
૩૪
સમાધિમરણ
કોઈ ગાંડો માણસ અહીં તહીં ફરે અને શરીરની સંભાળ પણ લેતો નથી તેવું તેને થઈ જાય છે. શ્વાસોચ્છવાસ જોરથી ચાલે અને બધા જ રોમ પુલકિત થઈ જાય. સુંદરદાસજી કહે છે કે આવી નવ પ્રકારની ભક્તિ આ જગતમાં, ભગવાનના પ્રેમમાં મતવારો એટલે ગાંડો થઈને કરનાર આજે કોણ છે? કોઈ વીરલા જ હોઈ શકે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે.”
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૦૧) પરબ્રહ્મ એવા પરમાત્મા તે કેવળ નિર્વિકાર હોવા છતાં પણ, પરમ પ્રેમથી પ્રભુની એકતાનપણે ભક્તિ કરનાર ભક્તને તે વશ છે. એના પર ઉપદેશામૃતમાં એક દ્રષ્ટાંત છે
A. -
ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો તેમાં ભરવાડ અને નારદજીનું વ્રત–“એક ભરવાડ હતો. જંગલમાં ગાયો ચરાવે. એક દિવસ તેણે નારદજીને જતાં જોયા. તેમને સાદ કરી બોલાવીને પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહે, ભગવાન પાસે જાઉં છું. ભરવાડે કહ્યું : “પ્રભુને મારી આટલી વાત પૂછી લાવશો?”
નારદજી–શી ? ભરવાડ–હું રોજ પ્રભુને હૂમરો (સવારનો નાસ્તો) ધરાવીને ખાઉં છું. તે તેમને પહોંચે છે કે