________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
૩૫
નહીં ? બીજું, મને પ્રભુનાં દર્શન ક્યારે થશે ?
નારદજી–સારું, હું પૂછીશ.
પછી નારદજીએ પ્રભુને તે વાત પૂછી તો પ્રભુ કહે, “હૂમરો મને પહોંચે છે; પણ દર્શન તો તે જે આમલીના ઝાડ નીચે બેઠો છે તેનાં જેટલાં પાન છે તેટલા યુગ ગયા પછી થશે.” નારદજી તો વિચારમાં પડી ગયા કે આ દર્શનની વાત જો હું ભરવાડને કહીશ તો બિચારાને આઘાત લાગશે. તેથી પાછા વળતાં એ તો ભરવાડને મળ્યા વિના પરબારા જ જવા લાગ્યા. પણ ભરવાડે દૂરથી જોયા કે સાદ કરીને બોલાવ્યા, અને પૂછ્યું : શું ઉત્તર છે પ્રભુનો ?
નારદજી–હૂમરો પોતે આરોગે છે. ભરવાડ–અને દર્શનનું શું કહ્યું ? નારદજી–આ આમલીનાં પાંદડાં છે ને ? તેટલા યુગ ગયા પછી દર્શન થશે.
આ સાંભળીને ભરવાડને તો આઘાત થવાને બદલે ઊલટો એવો ઉલ્લાસ ને પ્રેમ આવ્યો કે નાચતો કૂદતો ગાવા લાગ્યો : “મને પ્રભુનાં દર્શન થાશે હોં !”
આવા પ્રેમના ઊભરાથી તરત પ્રભુએ દર્શન આપ્યાં. તે જોઈ નારદજીને આશ્ચર્ય થયું. પછી ધીમેથી પ્રભુને કહ્યું : “તમે આવું જ સાચું બોલો છો ?'
પ્રભુ—તમે એ વાત ન સમજ્યા. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ ?
આમ છે. માટે હવે તારી વારે વાર. થઈ જા તૈયાર. જ્ઞાનીનું વચન છે કે શ્વાસોચ્છવાસમાં કોટિ કર્મ ખપે છે અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. આ વાત પોતાના હાથમાં છે.” (ઉ.પૃ.૨૦૭)
હે કૃપાળુ! ભવોભવ તમારું શરણું હોજો “પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ,
મોક્ષ થતાં સુધી રહો, આપ પ્રભુની સેવ.” સમાધિમરણની જિજ્ઞાસાને વર્ધમાન કરવા વાંચન, ભક્તિની જરૂર “વિ. શુભેચ્છાસમ્પન્ન સાધ્વીજી...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિ મરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન, શ્રી દેવચંદ્રજીનું ચોવીશીમાં છે તે વારંવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છેજી. તેમાં જણાવ્યું છે.
“આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે.
ચંદ્રાનન ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ
પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે.”