________________
૩૬
સમાધિમરણ
ચંદ્રાનનટ પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન એ જ ઘર્મ અને એ જ તપા તેમ સપુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્મનું કારણ નથી. “મારે ધમો સામે તવો” એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ લઘુરાજ સ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુ દેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સરુ ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદગુરુ પરમ કૃપાળુદેવે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે.” (બો.૩ પૃ.૫૧૫)
એકની આરાઘનામાં સર્વ સમાય, વીતરાગદશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય બીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ