________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૨૫
જે દિવસે દેહ છૂટવાનો છે તે દિવસે રાતના ૨ વાગે પોતે પરમકૃપાળુદેવનો ચિત્રપટ મંગાવી પોતાના હાથમાં લઈ એકચિત્તથી વીતરાગમુદ્રાને ધ્યાનમાં ઉતારી, દર્શન કરી ચિત્રપટ પાછો આપી બે મિનિટમાં જ દેહત્યાગ કર્યો હતો. આવી રીતે સમાધિમરણ જાગૃતિપૂર્વક તેમણે આશ્રમમાં કર્યું હતું.
પરમકૃપાળુનું શરણ રાખી સ્મરણ કર્યા કરવું તો કલ્યાણ જ થાય “કોઈનો ભાવ આશ્રમ પ્રત્યે થાય એમ કરીએ તો આપણને પણ લાભ થાય. કૃપાળુદેવ ઉપર જેને શ્રદ્ધા હોય તેની સેવા આપણને મળે તો ઘણો લાભ થાય. આપણે પણ સમાધિમરણ થાય, એવું થાય. જેટલું થાય તેટલું ભક્તિ, સ્મરણ કરવું. પ્રભુશ્રીજીને યાદ કરવા. જ્યાં આપણને મંત્ર મળ્યો હોય, પ્રભુશ્રીજીને જ્યાં દીઠા હોય. તે બધું સૂતાં સૂતાં યાદ કરીએ. મનુષ્યભવની એક એક ક્ષણ બહુ દુર્લભ છે. કોઈક ક્ષણમાં સમકિત થઈ જાય. કોઈ સમયે કેવળજ્ઞાન થઈ જાય, આવી આવી મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો છે. આપણે તો સ્મરણમાં ચિત્ત રાખવું. દુઃખથી ગભરાવું નહીં. જે થવાનું હશે તે થશે, હું તો કૃપાળુદેવને શરણે છું, એમ રાખવું. પહેલાં જે ભક્તિ કરી હતી, ભાવના કરી હતી, તેથી આ વખતે આશ્રમમાં અવાયું. ભક્તિનું ફળ મળ્યું છે. આખરે આ જ કામનું છે. જેટલું ધર્મમાં ચિત્ત રહેશે તેટલો લાભ થશે. દર્શન કરવાની ભાવના કરવી. ભાવનાથી