________________
૨૨૬
સમાધિમરણ
જ ફળ છે. જે આપણને મંત્ર મળ્યો છે, પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી છે એમાં અહીં સૂતાં સૂતાં પણ વૃત્તિ રહે તો એ સત્સંગ જ છે, આત્માને હિતકારી છે. મંત્રમાં વૃત્તિ રહે તો હિતકારી થાય. આત્મામાં શાંતિ રાખવી. આપણું ધાર્યું થાય કે ન થાય, તેમાં શાંતિ રાખવી. મનમાં કૃપાળુદેવનું શરણું હોય તો કલ્યાણ થાય. સારા ભાવ કર્યા હોય તો સારા સંયોગ મળી આવે. મનમાં આપણે ભાવના કરવી. જેટલી ભાવના થાય છે, તે બધું કૃપાળુદેવ જાણે છે. ભાવ પ્રમાણે ફળ થાય છે.”
સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ.” (એમ ત્રણ વાર બોલી ઊઠી ગયા હતા.) (બો.૧ પૃ.૧૭૬) જિંદગીમાં જે ભાવ વઘારે સેવાય તે મરણ વખતે હાજર થાય
“સમાધિમરણ કરવાનું હોય તો અત્યારથી જ તૈયારી કરવાની છે. અગિયારમે ગુણસ્થાનકે સ્પર્શીને દેહ છૂટે તો સર્વાર્થસિદ્ધિમાં જાય. આટલો પુરુષાર્થ કર્યો હોવા છતાં દેવલોકમાં જાય. આખી જિંદગીમાં જે કર્યું હોય છે, તે મરણ વખતે આવીને ઊભું રહે છે. છેવટે જેવી મતિ તેવી ગતિ. કેવળજ્ઞાન થતાં સુધી ભય છે. પરમાર્થભાવ સમજાવો મુશ્કેલ છે. સમ્યગ્દર્શન થયે પણ નિત્ય એ ભાવ રહે એવું નથી. એ એમનો એમ આવતો નથી. આત્મવિચારે, સદ્વિચારે, ઉદાસપણે
જે ભાવ થાય છે તે કોઈ વિરલાને જ થાય છે. રૂઢિ આધીન ધર્મ કરવાવાળા ઘણા છે પણ પરમાર્થધર્મ તો કોઈ સમ્યવ્રુષ્ટિને જ દેખાય છે. જે ભાવ વધારે સેવાયો હોય તે મરણ વખતે આવીને ઊભો રહે છે. જ્યારે મરણ આવશે ત્યારે પરમાર્થભાવ કરીશું એમ નિરાંત કરીને બેસી જવાનું નથી. અત્યારે જ મરણ પાસે છે એમ વિચારીને અત્યારથી જ કરવા માંડવું. દેહ સંબંધી વિચારો અત્યારે છોડી દઈ વિચાર કરે કે આત્માનું ખરું સ્વરૂપ શું છે? તેનો વિચાર કરવાનો છે. રૂઢિભાવ મૂકી પરમાર્થભાવમાં આવવું.” (બો.૧ પૃ.૧૭૭)
જેણે આત્મા જાયો તેમાં વૃત્તિ રાખે તો સમાધિમરણ “જેણે આત્માનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો છે, તેને તો જ્યાં દેહ છૂટે ત્યાં સમાધિમરણ થશે. આ જીવને જ્યારે આત્મભાવના ટકી રહે, ત્યારે સમાધિમરણ થાય. આત્મપરિણામ સુધરે તો આત્મજ્ઞાન થાય. આપણને આત્માની ખબર નથી, પણ જેણે જાણ્યો છે તેમાં વૃત્તિ રાખે તો સમાધિમરણ થાય એવું છે. સમતિ થવાનો એ જ માર્ગ છે. જ્યાં દીવો છે ત્યાં દીવેટ મળે તો દીવો થાય. લોકોના કહ્યાથી આપણું કલ્યાણ થવાનું નથી. લોકોએ છાપ આપી તે કામ ન આવે. અંતર્મુખવૃત્તિ કરી પોતાનું જીવન પલટાવવાનું છે. અંતર્મુખવૃત્તિ ન થાય ત્યાં સુધી ગમે તેટલી બાહ્યક્રિયા કરે, તેથી આત્માનું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તો પણ પાર ન આવે. આપણી અંતરૂપરિણતિ ફરે એવું કરવાનું છે. એક આત્માનું કલ્યાણ ગમે ત્યાંથી કરવું છે