________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૦૫
વખતે ઝાડો થઈ જાય છે, કેટલાકની આંખો ફાટી જાય છે, કેટલાકનો શ્વાસ રૂંધાય છે; કોઈને સન્નિપાત થાય છે, પણ તે બધી બાહ્ય ચેષ્ટાઓ છે. શ્વાસ ચાલે ત્યારે કેમ થાય છે તે અમને અનુભવ છે. તે વખતે તો બીજું કંઈ સૂઝે નહીં. પણ જ્ઞાનીને ત્યાં સમતા હોય છે.” (ઉ.પૃ.૨૬૦)
દેહાદિને પોતાના માનવાથી જ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ
ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યાદિની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે દેહની અને આ સંસારની અત્યંત અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે અને જ્ઞાનીનાં વચનો અત્યંત સાચાં લાગે છે.
આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષનાં વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાનાં નથી એમ પ્રતીતિ થાય. પોતાનાં હોય તો જતાં કેમ રહે ? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાનાં નહીં તેને પોતાનાં માનવાથી જ થયું છે અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની આ જીવ તેની પ્રાપ્તિઅપ્રાપ્તિનાં વિચારો અને ભાવના કરી આર્તધ્યાન કરી પોતાનું બૂરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને, દેહાદિ અને કુટુંબાદિ સર્વ સંસારસંબંધોને પર, પુદ્ગલના, કર્મરૂપ, અસાર, અધ્રુવ અને દુઃખમય જ કહ્યા છે.
જે જ્ઞાનનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવાં જોઈએ અને તેથી એને શાતાઅશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર-માયા પરપદાર્થોના સંયોગસ્વરૂપનું પ્રતિબંધ વગર સ્પષ્ટ દર્શન દે છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. ” (ઉ.પૃ.૧૩૫)
કરેલા પાપોનો જેવો પશ્ચાત્તાપ તેવી બળવાન નિર્જરા ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે ! મેં ક્રોધ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને, હિંસા કરીને ઘણાં પાપ ઉપાર્જન કર્યા છે. એવાં અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યા હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ આવવાનું હતું તે નિકાચિત ન હોય તો તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંધ પણ નજીવો થાય.” (ઉ.પૃ.૨૯૫)