________________
સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ
૧૧
મહાપુણ્યનો ઉદય હોય ત્યારે આવું સુઝે કે હું સપુરુષના ચરણકમળનો અભિષેક કરું. જ્ઞાનીપુરુષના ચરણકમળ ધોવાથી પોતાના પાપ પણ ધોવાઈ જાય છે. ભાવની નિર્મળતા ઉપર બધો આધાર છે.
સમાધિમરણ થાય તો આ મનુષ્યભવ સફળ થઈ જાય “दुक्ख-खओ कम्म-खओ, समाहि मरणं च बोहिलाभो अः;
संपज्जउ मह ओअं, तुह नाह पणामकरणेणं." અર્થ :-હે નાથ! મારા દુઃખનો ક્ષય થાઓ. દુઃખનો ક્ષય તો કર્મક્ષય થાય તો થાય. તો હે ભગવાન! મારા કર્મનો ક્ષય થાઓ. કર્મનો ક્ષય તો સમાધિ-મરણ થાય તો થાય. તો મારું સમાધિમરણ થાઓ. પણ એ સમાધિમરણ તો “બોહિલાભો એ” એટલે બોધિલાભ અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વગર થાય એમ નથી. તો મને બોધિ લાભ થાઓ અર્થાત્ મને સમ્ય દર્શનાદિ રત્નત્રયની પ્રાપ્તિ થાઓ.
તે સમ્યકદર્શન “સંપન્જઉ એટલે સંપ્રાસ, “મહ' એટલે મને “એ” એટલે એ પ્રાપ્ત થાઓ. તેના માટે હું ‘તુહ’ એટલે તમને, “નાહ’ એટલે નાથ, પણામ કરણેણે” એટલે પ્રણામ કરું છું.
વ્રત, નિયમ, ભક્તિ કે સ્વાધ્યાય બધું કરીને જો સમાધિમરણ થાય તો તે બધું સફળ છે. નહીં તો બધું નિષ્ફળ છે. જેમ સોનાનું મંદિર બંધાવ્યું હોય પણ તેના શિખર ઉપર રત્નનો કળશ ન ચઢાવ્યો હોય તો તે મંદિર શોભાને પામતું નથી. તેમ સમાધિમરણ વગરની આરાધના સફળતાને પામતી નથી. અર્થાત્ તે મોક્ષના કારણરૂપ થતી નથી. તેથી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોધ'માં સમાધિમરણના બાવનમાં પાઠમાં જણાવે છે કે –
“સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિ-મરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થ ય છે . ;
શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩” અર્થ:- સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાધિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો.
જીવન પર્યત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો