________________
૧૫૨
સમાધિમરણ
પ.પૂ.પ્રભુશ્રીજીના વિશ્વાસથી આત્મભાવ ટકી રહ્યો અને સમાધિમરણ સાધ્ય કર્યું
“તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે “આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરણ કરવા યોગ્ય છે.” આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દરરોજ શ્રી લલ્લુજીસ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા,-છપદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું.” (ઉ.પૃ[૩૨]) -
શ્રી છોટાભાઈ ખંભાતવાળાના સમાધિમરણમાં
નિમિત્તભૂત બનેલ પ.પૂ.પ્રભુશ્રીજી “પ્રભુશ્રીજી “બહુ પુણ્યકેરાની વાત કહેતા કે ખંભાતમાં એક છોટાભાઈ કરીને હતા, તે અંબાલાલભાઈની દુકાનમાં ભેગા હતા. અંબાલાલભાઈ તેમને કહેતા કે મુંબઈમાં એક મહાપુરુષ છે,
ત્યાં હું જાઉં છું. તમે પણ તેમના કહ્યા પ્રમાણે કરો તો કલ્યાણ થાય તેવું છે. એમ વારંવાર ટોક ટોક કરતા, પણ પેલાને કંઈ ગરજ નહીં પણ મનમાં તો એને એમ રહેતું કે એ વારંવાર કહે-કહે કરે છે તો એક દિવસ જાઉં. એક વખતે પ્રભુશ્રીજી એમના ઘરે આવેલા. એને એમ થયું કે આ આપણા સ્થાનકવાસી સાધુ આવ્યા છે, તો પૂછું તો ખરો કે આ અંબાલાલ કહે છે તે સાચું છે કે કેમ? પછી પ્રભુશ્રીજીને પૂછ્યું કે મહારાજ, આ અંબાલાલ છે તે મને વારંવાર કહે છે કે મુંબઈમાં એક સપુરુષ છે, તેમના કહ્યા પ્રમાણે કરવાથી કલ્યાણ થાય એવું છે,
એ ખરું છે?” પ.પૂ.પ્રભુશ્રીજીએ એમના કલ્યાણ માટે “બહુ પુચ કેરા'નું પદ આપ્યું
પ્રભુશ્રીજીએ કહ્યું એ ખરું કહે છે. ભાઈ, આપણે ભૂલ્યા છીએ. તેણે કહ્યું, કેમ મહારાજ, તમે તો સાધુ છો ને, કેમ ભૂલ્યા કહેવાઓ? તમે તો પરમેષ્ઠી છો. પછી તેને પણ લાગ્યું કે આપણે ભૂલ્યા છીએ. તેથી પ્રભુશ્રીજીને કહ્યું કે, તો હવે શું કરવું?