________________
૧
૬
સમાધિમરણ
અર્થ :-શ્રી જિનેશ્વરદેવરૂપ સૂરજ અને કેવળી ભગવાનરૂપ ચંદ્રમાના આથમ્યા પછી પણ જે જગતમાં દીવાના પ્રકાશની જેમ સમ્યજ્ઞાનનો પ્રકાશ કરનારા છે એવા આચાર્ય ભગવાન આ જગતમાં સર્વ કાળ માટે જીવતા રહો એવી અમારી અભિલાષા છે. જેથી અમને ચિરકાળ આત્માનંદનો લાભ મળ્યા કરે.
ભગવાન મહાવીરે આજે પંડિત પંડિત મરણ કરેલ. તે સર્વોત્કૃષ્ટ છે. મરણના પાંચ પ્રકાર ગોમ્મસાર તથા મૂલાચારમાં જણાવેલ છે. તે આ પ્રમાણે
૧. બાલ બાલ મરણ-મિથ્યાવૃષ્ટિ સંસારી જીવોનું મરણ તે બાલ બાલ મરણ કહેવાય. ૨. બાલ મરણ-અવિરત સમ્યવૃષ્ટિનું મરણ તે બાલમરણ. ૩. બાલ પંડિત મરણ-સમ્યદર્શનસહ શ્રાવકનું મરણ તે બાલ પંડિત મરણ. ૪. પંડિત મરણ-સમ્મદર્શન સહ સર્વ વિરતિ મુનિરાજનું મરણ તે પંડિત મરણ.
૫. પંડિત પંડિત મરણ-કેવળી ભગવાન અથવા શ્રી તીર્થકર ભગવાનનું મરણ તે પંડિત પંડિત મરણ કહેવાય છે.
આપણે પણ અનંત ભવોમાં અનંતવાર દીક્ષા લીધી પણ પંડિત મરણ હજુ સુધી કર્યું નથી. જો કર્યું હોત તો આજે આપણને આ મરણનું દુઃખ હોત નહીં. એ વિષે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધ'ના બાવનમાં સમાધિમરણના પાઠમાં ૧૬મી ગાથામાં જણાવે છે :
“મરણ અનંતાનંત કર્યા, નથી પંડિત-મરણ કર્યું જ
થયું હોત સમાધિ-મરણ કદી હોત ન આ મૃત્યુ
ભવ-અટવીમાં
રાગાદિ
વશ
ભટકાવાનું
કેમ
એ અભિલાષા ઉર ધરે, વળી ચિંતે લાગ ફરી ન મળે.” ૧૯ અર્થ - વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યા પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં.