________________
૨૪૬
સમાધિમરણ
મિથ્યાત્વમોહનીય કર્મ ક્ષય થવા માટે ફેરવાશે. મિથ્યાત્વ મોહનીય એટલે વિપરીત માન્યતા. દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહબુદ્ધિ. એ માન્યતાથી નાશવંત દેહને હમેશાં રહેનાર માને છે અને મળમૂત્રથી ભરેલી એવી કાયાને સુંદર અને ભોગવવા યોગ્ય માને છે અને અરૂપી એવા આત્માને જે આ દેહથી ભિન્ન છે, “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ' છતાં તેમ માનતો નથી. એ મિથ્યાત્વમોહનીયકર્મનું બળ છે. એ મિથ્યાત્વ સર્વ કર્મોમાં મહાન અને સર્વ કર્મ ઉત્પન્ન થવાનું મૂળભૂત કારણ છે.
પહેલી માળા મિથ્યાત્વ મોહનીય ક્ષય કરવા માટે ગણાશે “(૧) મિથ્યાત્વ મોહનીય– એટલે “શરીર તે જ હું એવી અનાદિની ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુઃખે દુઃખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા; સદેવ, સદ્ગુરુ, સદ્ ધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ, આદિરૂપ પોતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એવો અરૂપી આત્મા દેહની ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય.” (બો.૩ પૃ.૭૩૧)
બીજી માળા મિશ્રમોહનીય ક્ષય કરવા માટે ગણાશે પછી મિશ્રમોહનીયકર્મને ક્ષય કરવા માટે બીજીમાળા ગણાશે. મિશ્રમોહનીય એટલે મિશ્રભાવ. આ કર્મના પ્રભાવે જીવ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માને છે.
(૨) મિશ્રમોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા. તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછાં ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે.
બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયા (પૃ.૭૦૯)માં છે– “ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં. માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.” (બો.૩ પૃ.૭૩૧)
ત્રીજી માળા સમ્યક્ત્વમોહનીય ક્ષય કરવા માટે ગણાશે પછી સમ્યત્વમોહનીય કર્મને ક્ષય કરવા માટે ત્રીજી માળા ગણાશે. સમ્યકત્વ મોહનીય એટલે જેને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય છે છતાં મનમાં કિંચિત પણ વિપરીતતા રહ્યા કરે છે તે આ પ્રમાણે
(૩) સાત્વિમોહનીય–“જેને વિશેષ બોધનો યોગ પ્રાપ્ત થયો હોય છે તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઈ હોય છે છતાં કંઈક વિપરીતપણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે, પણ સમ્યત્વનો નાશ થતો નથી, મોક્ષ-ઉપાયમાં પ્રવર્તવા દે છે તેને સમકિતમોહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય કે ચોવીશ તીર્થકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કોઈના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની તેમાં કંઈક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષો શ્રદ્ધામાં મલિનતા કરે છે.” (બો.૩ પૃ.૨૮૬)