________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૦૧
જ્ઞાનીઓ ક્યાં રહે-સમભાવમાં–તેથી સર્વ
દુઃખ નાશ પામે “મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુઃખ ટાળવા બોલાવવો કોને ? કયા સ્થળમાં જઈ રહેવું કે દુઃખ માત્ર ચાલ્યું જાય ? મોટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે, પણ જ્ઞાનીઓનું સ્થાન કર્યું છે ? “સમભાવ.” આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે તે કહ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખ માત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી ગયા છે.” (ઉ.પૃ.૩૮૭)
ચિંતામણિ જેવા આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર પોતાને સમજવું છે; કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. વાત બહુ ભારે કહી! પછી ચિંતામણિ લાગે. અસારરૂપ સંસાર છે. તેમાં મનુષ્યભવ પામી સંસાર ડહોળી ડહોળી નરકે જાય છે ! ધન મળે, પૈસાટકા મળે; પણ આત્મા મળવો એ ચિંતામણિ છે. પૈસાટકા મળે: પણ સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. પૈસો ટકો, બૈરાં છોકરાં, કોઈ સાથે જવાનું નથી. કોઈ કોઈનું નથી. છે શું ? મારું ઘર ? પણ તે ય રહેવાનું નથી. જે “મારું મારું કર્યું છે તે મૂકવું પડ્યું છે. સોય પણ હારે ન જાય, પૈસોટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. કરવાનું તો એક જ છે. મુખ્ય વાત છે : સૌની પાસે ભાવ છે. ભાવ તે સત્સંગ, સદ્ગોધપાણી પીધે તરસ છીપે. ભૂખ્યો હોય તે ધરાયો કહે; પણ કદી આત્મા ખાતો નથી, મરતો નથી, જન્મતો નથી. આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર છે. બીજું બધું કર્યું છે; આટલું નથી કર્યું. પૂરણ ભાગ્ય હોય તો થાય. પાણીમાં ડૂબતાં ડૂબકાં માર્યા જેવું છે. આ સંસારમાં જ બૂડ્યા છે. સંસારમાંથી કોઈ નીકળે નહીં. એક જેણે ભાવના કરી છે, શરણ ગ્રહણ કર્યું છે એ જહાજ મળે તો તે પાર નીકળે. બીજું કોણ નીકળે એવું છે ? કોઈ નીકળશે ?” (ઉ.પૃ.૨૫૧)
સોય પણ સાથે ન જાય, પૈસો ટકો બધો અહીં જ પડયો રહે. શ્રીમંત વણિકનું દ્રષ્ટાંત- એક ગામમાં એક શ્રીમંત વણિક રહેતો હતો. તેને કથાવાર્તા તેમ જ ધર્મ ઉપર લેશમાત્ર પ્રીતિ ન હતી. કોઈક વખતે સાધુસંતો તેના ગામમાં પધારે તો લોકલાજે કથા સાંભળવા જાય. પણ ત્યાં પાંચ-સાત મિનિટથી વધુ સમય બેસે નહિ.