________________
સમાધિમરણ “સમાધિમરણ” એટલે શું? “સમાધિ સાથે મરણ તેનું નામ સમાધિમરણ છે.” (બો.૧ .૧૯૭) સમાધિ' એટલે શું? “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક પ૬૮)
આત્મપરિણામની સ્વસ્થતા એટલે પોતાના આત્માના ભાવ રાગદ્વેષમાં ન જવા દેતાં પોતામાં જ સ્થિત રાખવા તેને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.
હવે “મરણ' એટલે શું?
આત્માનું તો કદી મરણ છે નહીં. તે તો “અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે, છતાં કર્મવશાત્ તે આત્મા જે દેહમાં રહેલો છે તે દેહ એટલે શરીર તે દશ પ્રાણનું બનેલું છે. એ દશ પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. તે દશ પ્રાણના નામ આ પ્રમાણે છે :
મનબળ, વચનબળ, કાયબળ અને પાંચ ઇન્દ્રિયો તથા આયુષ્ય અને શ્વાસોચ્છવાસ. આવા દશ પ્રાણોના નાશરૂપ મરણ તો જીવે આ સંસારમાં અનંતવાર કર્યા છે; પણ પોતાના આત્મસ્વભાવમાં રહીને જીવે કદી મરણ કર્યું નથી. હજી પણ પોતાના આત્મસ્વરૂપને સમજી આ ભવમાં જીવ સમાધિમરણ નહીં કરે તો ભૂતકાળમાં જેમ ચારગતિમાં અનંત દુઃખ પામ્યો તેમ હજા ભવિષ્યમાં પણ અનંતા જન્મમરણ કરવા પડશે. આ વિષે શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી ગાથામાં જણાવે છે :
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” શ્રીમદ્ રાજચંદ્ર આ ભયંકર કલિયુગમાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આપણા ઉપર અનંતી દયા કરીને સ્વરૂપમાં સ્થિરતા કરવાની કે સમાધિમરણ કરવાની વાત સમજાવીને અનંત ઉપકાર કર્યો છે.