________________
શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ'
વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે. તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી.”
આ ભવે સમાધિમરણ કરે તો પછી કોઈ ભવમાં કમરણ ન થાય “સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુજીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપયોગ રાખી સદ્ગુરુ આજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છેજી. અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઈ ભવમાં કુમરણ ન થાય એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે એવી જેની દ્રઢ માન્યતા થાય તેને તેમ થવા યોગ્ય છેજી. તે અર્થે જ વાંચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય તેને સર્વ અનુકૂળતા આવી મળવા યોગ્ય છેજી.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (બો.૩ પૃ.૫૬૦)
આ પત્રના વિવેચનમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધાકૃત ભાગ-૨માં ફરી જણાવે છે :