________________
૩૮
સમાધિમરણ સમાધિમરણ કરેલ
ઉત્તમ મહાપુરુષોના હૃષ્ટાંતો પરમકૃપાળુદેવની હયાતીમાં થયેલ પૂ.શ્રી જૂઠાભાઈ અને પૂ.શ્રી સોભાગભાઈનું સમાધિમરણ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પૂ.શ્રી જૂઠાભાઈના મરણની છપાઈ ગયેલ તિથિ
મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬ “આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેહજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય, - યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૧૧૬) પરમકૃપાળુદેવે કરેલ પવિત્રાત્મા શ્રી જૂઠાભાઈના ગુણગાન
લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયો. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, –એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં
બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું.
અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો!” (વ.પત્રાંક ૧૧૭)