________________
૪૨
એટલે મત્ર અને તેને લગતા સાહિત્યનું સર્જન, સવર્ધન અને વિવન કાળ કાળે થતું રહ્યું છે. પૂર્વાચાર્યાએ નવકાર ઉપર સ્વતંત્ર ગ્રન્થા રૂપે, તેમ તે અંગેના ગ્રન્થસંદર્ભોમાં ઘણું લખ્યું છે.
છેલ્લા દશકામાં વિદ્વાન મુનિવરેાના શ્રેષ્ઠ પ્રયાસેાના કારણે નવકારમંત્ર ખાબતમાં સુંદર જાગૃતિ આવી છે. વિવિધ ભાષામાં નવકાર સૂત્ર-મંત્ર ઉપર દોઢેક ડઝન જેટલા ગ્રન્થા છપાઈને બહાર પડ્યા છે. એમાં આજે નનગરમંત્રસિદ્ધિ’ નામના આ ગ્રન્થના ઉમેરા થાય છે. આના લેખક છે અનેક શક્તિઓથી થનગનતા, સે ંકડો પુસ્તકાના યશસ્વી લેખક, શતાવધાની પડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, જૈન સમાજમાં ગણ્યાગાંઠયા લેખકા પૈકીના તે સન્માન્ય અને સિદ્ધહસ્ત લેખક છે. જૈન–અજૈન વચ્ચે ખૂખ જાણીતા થયેલા લેખકના વધુ પરિચય આપવા, તે ઉલ્ટુ અવિવેકમાં ખપે, એટલે પ્રસ્તુત પુસ્તક અંગે જ કંઈક કહું એ ઉચિત છે.
ગ્રન્થની નવીનતા અને વિશિષ્ટતાઓ
નવકારમંત્ર ઉપર આ અગાઉ બહાર પડેલાં ત્રણેક પુસ્તક અને પ્રકાશિત થતાં આ પુસ્તક વચ્ચે વિષય અને વિગતાનું' કેટલુંક સામ્ય વાચકોને જોવા મળશે. પરંતુ એટલા માત્રથી ઉતાવળે એમ માની લેવાની જરૂર નથી કે આમાં નવીનતા નથી. લેખકનું વિશાળ વાંચન, રજુઆત કરવાની તેમની વિશિષ્ટતા, વિષયને સરલતા અને સ્પષ્ટતાથી કહેવાની આવડત, ગ્રંથસંકલનની કુનેહ અને એ બધાયને ખ આપે એવું એમનુ ભાષાનુ મધુર આકણું, આ બધાયને લીધે એમાં અનેક નવીનતા જોવા મળશે.
પ્રગટ થયેલાં પુસ્તકો કરતાં આમાં સાધનાખંડ વિસ્તારથી વ્યવસ્થિત રીતે રજૂ થયા છે, તેમજ ઉપયોગી મંત્રસંગ્રહ આપી ગ્રન્થની ઉપાદેયતામાં વધારે કરવામાં આવ્યા છે.
L