________________
પ૭
નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. કઈ પણ વસ્તુ બે ક્લાક પછી પાછી મેળવવાની આશા રાખવી એ વ્યર્થ જ ગણાય, પણ શ્રદ્ધા કોઈ અજબ ચીજ છે! આ ગૃહસ્થ જ્યારે પણ નવા પડતા, ત્યારે નમસ્કાર મંત્રનું સમરણ કર્યા જ કરતા અને તેના પ્રભાવથી પોતાનું કઈ પણ કામ નહિ બગડે એવી દઢ શ્રદ્ધા ધરાવતા હતા.
તેઓ મુંબાદેવીના પાછલા દરવાજે કાપડની દુકાન આગળ આવ્યા, ત્યાં કેઈ પુરુષે તેમને આંગળી બતાવીને કહ્યું કે “આ રહ્યું તારું હીરાનું પડીકું !” તે વખતે ત્યાં ઘણે કાદવ હેવાથી પડીકાને સફેદ કાગળ જરાક દેખાતે હતે. પેલા ગૃહસ્થ તે પડીકું ઉપાડી લીધું. જ્યારે તેમણે એ પડીકામાં બધા હીરા સલામત જોયા, ત્યારે તેમને કે હર્ષ થયે હશે, એ કહેવાની જરૂર છે ખરી?
બે મીનીટ એ જ હાલતમાં ઊભા રહ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે જે પુરુષે મને આ પડીકું બતાવ્યું, તેને આભાર માનવે જોઈએ, અને તેને કંઈક પુરસ્કાર પણ આપવું જોઈએ, એટલે તેઓ આજુબાજુ જેવા લાગ્યા, પણ ત્યાં કેણું મળે? એ આ જગતને કઈ દશ્ય માનવી ન હતે.
પડીકું શેઠને પાછું આપ્યું અને તે દિવસથી નમસ્કાર મંત્રની ગણના વધારે પ્રમાણમાં કરવા માંડી. થોડા વખત પછી તે ગૃહસ્થ ઝવેરાતના એક મોટા વેપારી બન્યા અને લાખ રૂપિયા કમાયા.
અકસ્માતમાંથી અદ્દભુત બચાવ થયો! : મેટર અને વિમાનને પ્રવાસ આજે ખૂબ થવા લાગે