________________
ધ્યાનને પરિચય
૨પ૭ તેમ અખિલ વિશ્વના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચલતા. છોડીને નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માને લાગેલાં જ્ઞાનાવરણીય આદિ ચાર પ્રકારનાં ઘાતી કર્મોનું આવરણ સર્વથા દૂર થઈ જાય છે અને આત્મા સર્વજ્ઞ તથા સર્વદેશી બને છે.
(૩) સુહમક્રિયા અપ્રતિપાતી શુકલધ્યાન-મોક્ષગમનના અવસરે સર્વજ્ઞ અને સર્વદશી એ આત્મા ચાગનિરોધને કમથી અંતે સૂરમ શરીરગને આશ્રય લઈને, બાકીના સર્વ ભેગોને રેકી દે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસેચ્છવાસ જેવી સૂમ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પાછા પડવાપણું હોતું નથી, એટલે તે સૂફમક્રિયા અપ્રતિપાતી નામનું શુક્લધ્યાન કહેવાય છે.
(૪) સુપરતક્રિયા અનિવૃત્તિ શુકલધ્યાનજ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસાદિ સૂફમ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્ઠપ થઈ જાય છે, એટલે કે શેલેશી અવસ્થાને પામે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સૂફમ, કઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. અને તે સ્થિતિ પાછી જતી નથી, તેથી તે ચુપરતક્રિયાઅનિવૃત્તિ શુક્લધ્યાન કહેવાય છે. ન. સિ–૧૭