________________
૨૭૮
નમસ્કારમંત્રસિદ્ધિ ત સાથે આપણું અનુસંધાન થાય, એટલે કે તેના પર આપણે કાબૂ આવે તે ઘણું સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વરોદયશાસ્ત્રની રચના આ પાંચ તત્વ પર જ થયેલી છે.
નમસ્કારમંત્રની સિદ્ધિ કરનારા અને તેનાથી હજારે અન્ય દર્શનીઓને પ્રભાવિત કરનારા શ્રીમાનતુંગસૂરિ કહે છે કે તમે અરિહંતનું બરાબર ધ્યાન ધરે, એટલે પૃથ્વીતત્વની સિદ્ધિ થાય છે. સિદ્ધોનું બરાબર ધ્યાન ધરે, એટલે આકાશ તત્ત્વની સિદ્ધિ થાય છે. આચાર્યોનું બરાબર ધ્યાન ધરે, એટલે અગ્નિતત્વની સિદ્ધિ થાય છે. ઉપાધ્યાયનું બરાબર ધ્યાન ધરે, એટલે જલતત્વની સિદ્ધિ થાય છે અને સાધુઓનું બરાબર ધ્યાન ધરે, એટલે વાયુતત્વની સિદ્ધિ થાય છે. આ રીતે પંચપરમેષ્ઠીના ધ્યાનથી પાંચ તત્વની સિદ્ધિ થાય છે.
જે તત્વને અર્થ પરમ રહસ્યભૂત વસ્તુ કરીએ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુથી વધારે રહસ્યભૂત વસ્તુ આ વિશ્વમાં અન્ય કોઈ પણ નથી. તાત્પર્ય કે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતાં પરમ તત્વ સાથે આપણું અનુસંધાન થાય છે અને તેથી આપણું આધ્યાત્મિક વિકાસમાં અનેરી ઝડપે આવે છે.
અરિહંતાદિ પંચપરમેષ્ઠીનું ધ્યાન કેવા વણે કરવું ? તેની સ્પષ્ટતા શ્રી માનતુંગસૂરિએ આ જ સ્તવનમાં નીચે પ્રમાણે કરી છેઃ ससिधवला अरहंता, रत्ता सिद्धा य सरिणो कणया। मरगयभा उवज्झाया, तामा साहू सुहं दितु ॥