________________
કાર અથવા પ્રણવમત્ર
૩૧
ધ્યાન ધરીએ છીએ, ત્યારે ત્યાં સ્થિર થાય છે; અને કાનના એ છિદ્રોપર હાથ દઈ એ ત્યારે તેના સ્વાભાવિક નાદ સાંભળવામાં આવે છે.’
श्वेते शान्तिकपुष्ट्याख्याऽनवद्यादिकराय च । पीते लक्ष्मीकरायापि ॐकाराय नमो नमः ॥ ७ ॥ કૅઝ્કાર ! શ્વેત વણથી ધ્યાન ધરતાં નિષ શાતિ, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર તથા પીત વર્ણથી ધ્યાન ધરતાં લક્ષ્મી આપનાર એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.'
रक्ते वश्यकरायापि कृष्णे शत्रुक्षयकृते । धूम्रवर्णे स्तम्भनाय ॐकाराय नमो नमः ॥ ८ ॥
હૈ ૐકાર ! રક્તવર્ણથી ધ્યાન ધરતાં વશીકરણ કરનાર, કૃષ્ણવર્ણથી ધ્યાન ધરતાં શત્રુના નાશ કરનાર તથા ધૂમ્રવણથી ધ્યાન ધરતાં સ્તમ્ભન કરનાર, એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’
ब्रह्मा विष्णुः शिवो देवो गणेशो वासवस्तथा । सूर्यचन्द्रस्त्वमेत्रातः ॐकाराय नमो नमः ॥ ९ ॥ હુંકાર ! તું જ બ્રહ્મા છે, તુ જ વિષ્ણુ છે, તુ જ શિવ છે, તુ જ દેવ છે, તુજ ગણેશ છે, તુ જ ઇન્દ્ર છે, તુજ સૂર્યાં છે અને તુ જ ચન્દ્ર છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો.”
તાપ કે આ સર્વ વસ્તુઓમાં તું જ વ્યાપીને રહેલા છે અથવા આ બધાં તારાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપે છે. ન. સિ.—૨ ૧