________________
-૩૮૦
નમસ્કારમંત્રસિદ્ધિ
અંદર એકાન્તવાદ પણ સમાઈ જાય છે, પરંતુ નિસાર અગર જૂઠા એવા એકાંતવાદમાં અનેકાંતવાદની સંપદાઓ સમાતી નથી, કારણ કે દરિદ્રીના ઘરમાં ચક્રવર્તીની સંપદાઓ સમાઈ શકે જ નહિ. ૧૪–૧૫. જેમ દીવેટ, તેલ અને કેડિયા વગેરે અનેક વસ્તુના સમુદાયથી ઉત્પન્ન થયેલો દીપક શોભા પામે છે, તેમ અનેકાંતપક્ષના સંસર્ગથી કે કોઈ સ્થળે એકાંતપક્ષમાં પણ શોભા દેખાય છે, તે અનેકાંતપક્ષને જ આભારી છે, એમ સમજવું. ૧૬. સત્તાસત્ત્વ, નિત્યાનિત્ય અને ધમધર્મ વગેરે ગુણો જે પ્રમાણે પરસ્પર સંબંધવાળા થાય છે, તે રીતે માનવામાં આવે તે જ સજજને સિદ્ધિ આપવાવાળા થાય છે. તેથી કરીને હે ભવ્ય જીવો! જે તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા હેય તે એકાન્તવાદરૂપી ભૂતના વળગાડને બુદ્ધિના આઠ ગુણરૂપી ભત્રના જાપથી દૂર કરી તત્ત્વને માટે પ્રયત્ન કરે. ૧–૧૮.
i એ અક્ષર ત્રણ રેખાવાળે છે અને માથે શૂન્ય (અનુસ્વાર) વડે શોભે છે, એ એમ દેખાડે છે કે-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયસ્વરૂપ બનેલો આત્મા શૂન્યસ્વભાવપણાને મિક્ષને) પામે છે. (આ સ્થળે શૂન્યને અર્થે મોક્ષ સમજવાનો છે, કારણ કે ત્યાં આત્માની સર્વ વિભાવદશાની શુન્યતા છે.) ૧૯. શુભાશુભ સર્વ કર્મને ક્ષય થવાવડે કેવળ આત્માની જે ચિરૂપતા–ચિતન્યસ્વભાવતા મેક્ષમાં છે, તે જ શૂન્યસ્વભાવપણું છે. ૨૦. પાંચ (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ) શરીરનો નાશ કરનારા અને મેક્ષરૂપી પાંચમી ગતિને આપનારા આ નમો સિદ્ધા' પદના પાંચ અક્ષરો તમે મારું ભરણુ વગેરેના પ્રપંચથી રક્ષણ કરે. ૨૧.
ઇતિ દ્વિતીય પ્રકાશ સમાપ્ત.