Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 431
________________ નમસ્કાર માહાસ્ય ૩૮૧ ત્રીજે પ્રકાશ નથી તેમાં તમે ગુણ, નથી રજો ગુણ, નથી બાહ્ય મુખવાળો સત્વ ગુણ અને નથી માનસિક, વાચિક કે કાયિક કષ્ટ તેઓને કે જેઓએ આચાર્યના ચરણેને સેવ્યા છે, ૧. હના પાવડે બંધાયેલા પ્રાણીઓને પણ આચાર્ય ભગવાન, કેશિગણધરની જેમ મેહથી મૂકાવે છે, એ મોટું આશ્ચર્ય છે. ૨. માચારે જેનામાં સુંદર છે, જેમના આગમે (શા) મોક્ષ આપનારા છે અને જેઓ ખોટ વિનાના કેવળ લાભના જ ઉપાયવાળા છે, તેમને ડાહ્યા માણસે, આચાર્ય કહે છે. ૩. થાસ્થિત અર્થની પ્રરૂપણ કરનારા યમનિયમાદિના પાલનમાં યત્ન કરનારા અને આત્મારૂપી યજ્ઞનું યજન-પૂજન કરનારા આચાર્ય ભગવાન નિરંતર ભારે પ્રમાણુ હે અથવા આધાર છે. ૪. રિપુ-શત્રુ અને મિત્ર, સુખ અને દુઃખ, દુર્જન અને સર્જન, મેક્ષ અને સંસાર તથા ધનાઢય અને દરિદ્વી, આવી રાગદ્વેષ ઉત્પન્ન. કરનારી વસ્તુઓમાં પણ જેઓ સમાનદષ્ટિ રાખે છે, તે પવિત્ર પુરુષોજ સંયમીઓના સ્વામી આચાર્ય તરીકે મનાય છે. ૫. થ-જે કઈ પવિત્ર સિદ્ધિઓ છે અને જે કંઈ ઉજજવલ લબ્ધિઓ. છે, તે સર્વ કમલને ભમરીની જેમ, આચાર્યને સ્વયં વરે છે. ૬. i આ અક્ષર ત્રણ રેખાવાળા અને સાથે અનુસ્વારવાળો છે, એ એમ બતાવે છે કે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગમા સમદષ્ટિવાળા પુરુષો જ સજનના શિરેમણિપૂજ્ય બને છે. ૭ ધર્મ, અર્થ અને કામ અથવા મિત્ર, ઉદાસીન અને શત્રુ અથવા રાગ, દેપ અને મોહ એ પ્રમાણે ત્રણ વર્ગ કહેવાય છે. ૮. સાત તસ્વરૂપ કમલના વનને વિકસિત કરવામાં સૂર્યના કિરણ જેવા આ “નમો માચીયાળ” ત્રીજા પદના સાત અક્ષરો સાત નરકપૃથ્વીના દુખોને નાશ કરે. ૮. ઈતિ વતીય પ્રકાશ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458