Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 440
________________ ૩૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ છે, જે આ લોક અને પરલોકના સુખ આપવામાં કામધેનુ ગાય સમાન છે, તે મંત્રાધિરાજને જાપ પ્રાણુઓ શા માટે આદરપૂર્વક નથી કરતા ? ૨૩. જે અંધકાર દીવાથી, સૂર્યથી, ચંદ્રથી કે બીજા કેઈપણ તેજથી નાશ નથી પામતે, તે અંધકાર પણ નમસ્કારનાં તેજ વડે નામશેષ થઈ જાય છે. ૨૪. હે આત્મન ! તું કૃષ્ણ અને શાંબ વગેરેની જેમ ભાવ નમસ્કાર કરવામાં તત્પર થા, પણ કૃષ્ણના સેવક વિરાસાળવી અને કૃષ્ણના અભવ્ય પુત્ર પાલક વગેરેની જેમ દ્રવ્ય નમસ્કાર કરી ફેગટ આત્માને વિડબના ન પમાડ. ૨૫. જેમ નક્ષત્રોના સમુદાયને સ્વામી ચન્દ્ર છે, તેમ સર્વ પુણ્યસમૂહનો સ્વામી ભાવનમસ્કાર છે. ૨૬. આ જીવે અનંતીવાર દ્રવ્યલિગો (સાધુપ) ગ્રહણ કર્યા છે અને છોડ્યા છે, પણ ભાવનમસ્કારની પ્રાપ્તિ વિના તે સર્વ મોક્ષરૂપી કાર્ય સાધવામાં નિષ્ફળ નિવડ્યા છે. ૨૭. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નમસ્કારમંત્રને આઠ કરોડ આઠ હજાર આઠસો આઠ વાર જાપ કર્યો હોય તો તે માત્ર ત્રણ જ ભવની અંદર મોક્ષ આપે છે. ૨૮. હે ધર્મબધુ! સરલભાવે વારવાર તને પ્રાર્થનાપૂર્વક હું કહું છું કે સંસારરૂપી સમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્ર ગણવામાં તું પ્રમાદી ન થા. ૨૯. નક્કી આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મોક્ષને સાચો માર્ગ છે. તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાળના પવન સમાન છે. ૩૦. ભવ્ય પુરુષો વડે હંમેશા સમ્યફ પ્રકારે ભણત, ગણત, સંભળાતો અને ચિતવન કરાતો આ નમસ્કારમંત્ર સુખ અને મંગળની પરંપરાનું કારણ થાય છે. માટે અંતિમ આરાધનાના સમયે તો આ મંત્રને વિશેષે કરીને ભણુ, ગણો, સાંભળ અને ચિંતવન કરે જઈએ. ૩૧. જેમ ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિશાળી ઘરને માલીક બીજી બધી વસ્તુ મૂકીને આપત્તિ સમયે રક્ષણ કરવામાં સમર્થ એવા એક સારભૂત મહાકિંમતી રત્નને જ ગ્રહણ કરે છે, અથવા કેઈમેટે ગુભટ અકાળે ઉત્પન્ન થયેલા રણસંગ્રામમાં વજદંડની જેવા સારભૂત

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458