________________
૩૮૮
નમસ્કારમંત્રસિદ્ધિ
છરી પ્રકાશ
આ પંચપરમેષ્ઠી નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. ૧. સમ્યફપ્રકારે પાંચ સમિતિને વિષે પ્રયત્નવાળો અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલે જે આત્મા આ પંચક પરમેષ્ઠિનમસ્કારનું ત્રિકાલ ધ્યાન કરે છે, તેને શત્રુ મિત્રરૂપ થાય છે, વિષ પણ અમૃતરૂપ બને છે, શરણુરહિત મોટું જંગલ પણ રહેવા લાયક ઘર જેવું બની જાય છે, એ ગ્રહો તેને અનુકૂળ થઈ જાય છે, ચોરે ચશ આપનારા થાય છે, અનિષ્ટસૂચક સર્વ અપશુકનાદિ પણ શુભ ફલને આપનારા થાય છે, બીજાએ પ્રયોગ કરેલા મંત્ર, તંત્ર અને મંત્રાદિક તેને પરાભવ કરી શકતા નથી, સર્વ પ્રકારની શાકિની પણ માતાની જેમ રક્ષણ કરનારી થાય છે, સર્પો તેની પાસે કમલના નાળ જેવા થઈ જાય છે, અગ્નિ ચકીના ઢગલારૂપ થાય છે, સિંહે શિયાળ જેવા થાય છે, હાથીઓ હરણ જેવા થાય છે, રાક્ષસ પણ તેનું રક્ષણ કરે છે, ભૂતનો સમૂહ પણ તેની ભૂતિ (આબાદી)ને માટે થાય છે, પ્રેત પણ પ્રાયઃ કરીને તેને પ્રીતિ કરનારે થાય છે, ચેટક (વ્યંતર) પણ તેને ચેટ (દસ) બની જાય છે, યુદ્ધ તેને લાભ આપનારું થાય છે, રેગો તેને ભોગ આપનારા થાય છે, વિપત્તિ પણ તેને સંપત્તિને માટે થાય છે અને સર્વ ગ્રંકારનું દુઃખે તેને સુખ આપનારું થાય છે. ૨–૩–૪–૫-૬-૭–૯. જેમ ગરુડને સ્વર સાંભળીને ચંદનનાં વૃક્ષે સર્પોથી મુક્ત થાય છે, તેમ પંચનમસ્કારને ગંભીર સ્વર સાંભળવાથી માણસ સર્વ કર્મનાં બંધનેથી મુક્ત થાય છે. ૯. જેઓનું ચિત્ત નમસ્કારમાં જ એકતાન છે, તેઓને જલ, સ્થલ, મશાન, પર્વત, દુર્ગ અને તેવા બીજા પણ સ્થાનમાં ઉત્પન્ન થતાં ક ખરેજ મહાઉત્સવરૂપ બની જાય છે. ૧૦. પુણ્યાનુબંધી પુણ્યવાળા જે પુરુષ વિધિપૂર્વક પંચપરમેઠીનમસ્કારનું ધ્યાન કરે છે, તે તિર્યંચ કે નારક થતું નથી. ૧૧. ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદે