Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 445
________________ નમસ્કાર-મહાભ્ય ૩૯૫ જાતિસ્મરણ જ્ઞાન થયું અને નમસ્કાર મિત્રનું ધ્યાન કરી, ત્યાંથી ભરીને દેવલોકમાં ગ ૨૦. મનુષ્ય, દેવ અને અસુરકુમારનું સ્વામીપણું જે નિશ કપણે ભોગવાય છે, તે લીલાપૂર્વક આચરેલ જિનેશ્વરના ચરણની ઉપાસનાથી ઉત્પન્ન થયેલ કૃપાનો એક લેશ માત્ર છે. ૨૧. મનુષ્યલેકમાં ચકવતી વગેરે રાજાઓ, સ્વર્ગલેકમાં ઈન્દ્રાદિ દેવો અને પાતાલલોકમાં ધરણેન્દ્ર વગેરે ભુવનપતિના ઈન્દ્રો જિનેશ્વરની ભક્તિથી જ જયવંતા વર્તે છે. ર૨. જિનેશ્વરની આજ્ઞાને મુકુટની જેમ મસ્તકે ધારણ કરીને અહો ! અગયિારે દ્ધોમાંથી કેટલાક એ જ ભવમા મોક્ષે ગયા છે અને બાકીના આગામી ભમાં મોક્ષે જવાના છે. ૨૩. જેમ પાણીમાં અગ્નિની જવાલા નાશ પામી જાય છે અને જેમ અમૃતને વિષે વિપનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે, તેમ જિનેશ્વરની કથા આગળ શ કર વગેરે દેવોની કથાને વિસ્તાર નષ્ટ થઈ જાય છે. ૨૪. જિનેશ્વરોના ચરિત્રને સમ્યફપ્રકારે વિચાર કરનારા પુરુષો આ સંસારમાં પણ આન દમગ્ન રહે છે અને તેથી ખરેખર! તેઓને મેક્ષમાં પણ સ્પૃહા રહેતી નથી. ૨૫. જેમ જલવડે તૃષ્ણ શાંત થાય છે, તથા અન્નવડે ક્ષુધા શાન્ત થાય છે, તેમ જિનેશ્વરના એક દર્શન માત્રથી જ સંસારની સર્વ પીડાઓ શાન્ત થઈ જાય છે–નાશ પામે છે. ૨૬. સમસ્પ્રકારે મનની એકાગ્રતાપૂર્વક ક્રેડો વર્ષ સુધી ઇન્દ્રિયને વશમા રાખનારા મહાત્માઓ પણુ અરિહંતની આજ્ઞા પાળ્યા વિના ક્ષે જઈ શક્તા નથી ર૭. રાગાદિ શત્રુને જીતનારા જિન અરિહંત પરમાત્મા જેઓના દેવ નથી, તેઓ ભલે નિયાણરહિત દાન કરે, નિર્મળ શીલ પાળે, તથા પ્રશ સા કરવા એગ્ય તપ કરે, તે પણ તેમને પરમપદની પ્રાપ્તિ થતી નથી. ૨૮. જેમ સૂર્યવડે દિવસ થાય છે, ચન્દ્રવડે પૂર્ણિમા થાય છે અને વૃષ્ટિવડે સુભિક્ષ (સુકાળ) થાય છે, તેમ જિનેશ્વરવડે જ અવિનાશી તેજનીકૈવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ૨૯. જેમ જુગાર પાસાને આધીન. છે અને ખેતી વૃદ્ધિને આધીન છે, તેમ શિવપુરમાં વસવું તે જિનેશ્વરના ધ્યાનને આધીન છે. ૩૦. ત્રણ જાતની લક્ષ્મી પ્રાપ્ત થવી સુલભ

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458