________________
૩૦૪
નમસ્કારમંત્રસિદ્ધિ
ઘરનાં જાળીયાં છે. ૧૦. અનાર્ય દેશમાં રહેવા છતાં પણ શ્રીમાન આ માર અરિહંતની પ્રતિમાને નિહાળીને સંસારસાગરને પારગામી થયો. ૧૧. જિનપ્રતિમાના દર્શનમાત્રથી તત્ત્વજ્ઞાન પામી શયંભવ નામના બ્રાહ્મણે સુગુરુના ચરણકમળની સેવા કરીને ઉત્તમાર્ગ મોક્ષને સા. ૧૨ અહે! સાત્વિકશિરોમણિ વજકર્ણ નામના રાજાએ રાજ્ય વગેરે સર્વ વસ્તુનો નાશ ઉપસ્થિત થવા છતાં પણ એક જિનેશ્વર દેવ વિના બીજાને નમસ્કાર ન કર્યો. તે ન જ કર્યો. ૧૩. દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્વત્રયીમાં સ્થિર ચિત્તવાળા વાનરદ્વીપના સ્વામી વાલી રાજાનું તેજ–પરાક્રમ ખરેખર પૂજવાલાયક હતું. ૧૪. ત્રણ જગતના ગુરુ શ્રી મહાવી૫રમાત્માએ પણ સુખશાતાના સમાચાર કહેવરાવવામાં જેણીને યાદ કરી હતી, તે મહાતી સુલસાના હું ઓવારણું લઉં છું. () ૧૫. સેક નામના બ્રાહ્મણને જીવ અને નંદમણિયારને વ ર (દેડકો) થયા પછી શ્રી મહાવીર પરમાત્માને ભાવથી વંદન કરવા જતાં માર્ગમાંજ (શ્રેણિક રાજાના ઘેડાના પગ તળે દબાઈને) મરણ પામી પ્રભુવંદનનું ધ્યાને લેવાથી સૌધર્મ દેવકમાં શક્રેન્દ્રને સામાનિક દેવ થયો. ૧૬. કુમારનંદી સેવીને જીવ મરીને દેવલોકમાં હાસા અને પ્રહાસા નામની દેવીઓનો પતિ થવા છતાં પણ આભિયોગિક દેવને યોગ્ય હલકાં કાર્યો કરવાથી મનમાં અત્યંત ખેદ પામ્યો હતો, તેથી તેણે પિતાના આત્માને તે દુષ્કર્મથી મુક્ત કરવા માટે દેવાધિદેવની પ્રતિમા પૃથ્વી ઉપર પ્રસિદ્ધ કરી હતી. ૧૭. શ્રી ચેટક (ચેડા) નામના મહારાજાએ શ્રીજિનેશ્વરના ચરણકમળની સેવાવડે પોતાના સર્વ પાપના તાપનો નાશ કર્યો હતો, તેથી તેને સુંદર પ્રતાપ ત્રણે ભુવનમાં પ્રસરી ગયું હતું અને તે ઇન્દ્રના હૃદયમાં પણ સ્થાનને પામ્યો હતો. ૧૮. સર્વ દેવેન્દ્રો સંસારને પાર પામવા માટે નંદીશ્વરદિક તીર્થના અલંકારરૂપ શાશ્વતા જિનમંદિરમાં અઢાઈમહત્સવ કરે છે. ૧૯. વળી શાસ્ત્રમાં સંભળાય છે કે સ્વયંભૂરમણ નામના છેલ્લા સમુદ્રમાં જિનબિંબના આકારવાળા મલ્યને