________________
૩૨
નમસ્કારમંત્રસિદ્ધિ ' કારરૂપી તત્વનું ધ્યાન કરનાર મહાત્માઓને જીવે ત્યાં સુધી ભોગો ભળે છે અને મર્યા પછી મુક્તિ મળે છે. ૪૩. અથવા તે ભાગ્યવશાત મૃત્યુ સમયે સર્વ પ્રકારે આ ક્કારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય તે તે સાધર્મિક બંધ પાસેથી આ મંત્રનું શ્રવણ કરે અને તે વખતે ચિત્તમાં આ પ્રમાણે ભાવના ભાવે. ૪૪ શું કે પુન્યશાળી બંધુએ અકાળે મારા સમગ્ર શરીરે અમૃત છાંટયું? અથવા તે શું હું તેના વડે સંપૂર્ણ આનંદસ્વરૂપ કરાયો ? કારણ કે હમણું મને તેણે શ્રેષ્ઠ પુણ્યરૂપ, શ્રેષ્ઠ કલ્યાણરૂપ અને શ્રેષ્ઠ મંગળના કારણરૂપ પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્ર સંભળાવ્યો. ૪૫-૪૬. અહે! આ પંચપરમેષિ નમસ્કારનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુનો લાભ થશે. અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયો. અહે! મને તત્ત્વનો પ્રકાશ થયે અને અહો! મને સારભૂત ઉત્તમ વસ્તુનું સંપૂર્ણ રહસ્ય પ્રાપ્ત થયું. ૪૭. આ પંચપરમેષ્ટિ નમસ્કારના શ્રવણથી આજે મારાં કટો નાશ પામ્યાં, મારું પાપ દૂરથી ચાલ્યું ગયું અને આજે હું સંસારસાગરના પારને પામ્યો. ૪૮.પંચપરમેષ્ટિ નમસ્કારમંત્રનું શ્રવણ કરવાથી આજે ભારે પ્રશમરસ, દેવ તથા ગુરુની આજ્ઞાનું પાલન, નિયમ અને તપ એ સઘળું ય સફળ થયું. ૪૯. અગ્નિને સંગ જેમ સુવર્ણને નિર્મળ કરે છે, તેજ રીતિએ આ માંદગીની વિપત્તિ પણ મારે ફલ્યાણને માટે થઈ, કારણ કે આજે પરમેષ્ઠિરવરૂપ અમૂલ્ય તેજ મેં પ્રાપ્ત કર્યું. ૫૦. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચપરમેષ્ટિ નમસ્કારનું શ્રવણ કરી અને કિલષ્ટ કર્મને નાશ કરી બુદ્ધિમાન પુરુષ સદ્ગતિને પામે છે. ૫૧. નમસ્કારમંત્રની ભાવપૂર્વક ભક્તિ કરનાર પ્રાણી ઉત્તમ દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી અવી, શ્રેષ્ઠ કુલમાં મનુષ્ય જન્મ ધારણ કરી, આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે. પર..
ઇતિ ષષ્ટ પ્રકાશ સંપૂર્ણ.