________________
નમસ્કાર માહાભ્ય
૩૮૯
અને બળદેવ વગેરેના ઐશ્વર્યાની સંપદાઓ નમસ્કારના પ્રભાવરૂપી સમુદ્રના કિનારે રહેલા મુક્તાફળ (મોતી) સમાન છે. ૧૨. વિધિપૂર્વક આરાધન કરાયેલો આ મંત્ર વશીકરણ, ઉચ્ચાટન, અભિચારમાં
ભ, સ્તંભન અને મૂચ્છી વગેરે કાર્યોમાં પણ સિદ્ધિને આપના થાય છે. ૧૩. વિધિપૂર્વક સ્મરણ કરેલ આ મંત્ર અર્ધનિમેષ ભાત્રમાજ પરવિદ્યાઓને ઉચછેદ કરે છે અને ક્ષદ્ધ આત્માઓ વડે કરાયેલ રૂપાદિકના પરાવર્તનને વી ધી–વિખેરી નાંખે છે. ૧૪. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ ભુવનરૂપી રંગમંડપને વિષે કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને જે કોઈ પણ આશ્ચર્યકારક અતિશય કઈ પણ
સ્થળે, કઈ પણ પ્રકારે, કેઈ પણ પ્રાણને થયેલું જોવામાં કે સાંભમળવામાં આવે છે, તે સર્વે નમસ્કારમાત્રની આરાધનાના પ્રભાવથી જ ઉત્પન્ન થયો છે, એમ જાણવું. ૧૫–૧૬.
તિલકમાં જે ચદ્ર વગેરે જ્યોતિષીઓ છે, પાતાલ લોકમાં ચમર વગેરે ઈન્દો છે, ઊ4 લોકમાં સૌધર્માદિ દેવલોકને વિષે જે ચક્ર વગેરે ઈન્દ્રો છે અને તેની ઉપર પણ જે અહમિન્દ્ર વગેરે દેવતાઓ છે તેઓની સર્વ સમૃદ્ધિઓ પંચપરમેષ્ટિરૂપ કલ્પવૃક્ષના અંકુરા, પહ, કળીઓ પુષ્પ સમાન છે. ૧૭–૧૮. જેઓ નમસ્કારરૂપી મહાન રથ ઉપર આરૂઢ થાય છે, તેઓ જ દુઃખના લેશથી પણ રહિત એવા મોક્ષમાં જાય છે, ગયા છે અને જવાના છે. ૧૯. જે આ મંત્ર અત્યન્ત દુર્લભ એવા પરમપદને પણ આપે છે, તે પછી પ્રસંગવશાત પ્રાપ્ત થનારા બીજાં સામાન્ય ફળે આપે તેમાં તે આશ્ચર્ય જ શું? ૨૦. જેઓ ત્રિકરણ શુદ્ધિવડે એક લાખ નવકારને જાપ કરે છે, તે જિનેશ્વર દેવ અને શ્રી સંઘને પૂજવાવાળા ભવ્યાત્માઓ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૨૧. હે મિત્ર! જો તારું અને નમસ્કારનું ધ્યાન કરવામાં લયલીન નથી થતું, તે ચિરકાલ સુધી આચરણ કરેલા તપ, વ્યુત અને ચારિત્રની ક્રિયાઓનું શું ફળ? અર્થાત નમસ્કારના ધ્યાન વિના એ બધુંય ફેગટ-નિષ્ફળ છે. ૨૨. જે અસંખ્ય દુખના ક્ષયનું કારણ ગણાય