________________
૩૮૬
નમસ્કારમંત્રસિદ્ધિ જેમના અંતઃકરણને નિરંતર ચપલ બનાવે છે, તે એકાકી કઈરીતિએ થઈ શકે? ર૭. જીવરૂપી પતિને નચાવવાના રવભાવવાળી અવિરતિ નામની દુષ્ટ સ્ત્રી શાકિનીની જેમ જેને ગળી જવા નિરન્તર પ્રયત્ન કરે છે, તે એકલે શી રીતે રહી શકે છે ૨૮. હંમેશાં પંચાગ્નિના જેત અસતુટ પાંચ ઈદ્રિયોરૂપી કુટુંબ જેના શરીરને નિશWણે બાલ્યા કરે છે, તે એકલ કેમ રહી શકે ? ર૯. ભાગીદાર જેવા દુઃ (દુખે કરીને દમન કરી શકાય તેવા) કપાયે ક્ષણવાર પણ જેના શરીરને છોડતા નથી, તેને એકાકીપણુનું સુખ શી રીતે હેય? ૩૦. પિતાના મન, વચન અને કાયાથી ઉત્પન્ન થયેલા અશુભ વ્યાપાર સ્વેચ્છાચારી પુત્રની જેમ જેના નાશ માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેને એકાકીપણાનું સુખ શી રીતિએ હેય? ૩૧. છળને જ જેનારા પ્રમાદ, મિથ્યાત્વ અને રાગાદિક જેવા આન્તરશત્રુઓ જેને દુષ્ટ પાડોશીનું કામ કરે છે, તેને એકાકીપણાનું સુખ કયાંથી હોય ? ૩૨. જેમ મનુષ્યથી ભરપુર એવા નગરમાં પણ પરદેશી માણસ (કેઈની સાથે સંબંધવાળે નહિ હેવાથી) એકલે જ કહેવાય છે, તેમ જે પુરુષ ઉપર કહેલા દોષોથી રહિત હોય તે, તે જનસમૂહમાં રહ્યો હોય તે પણ એકાકી જ છે અને જે મુનિ આ સર્વ સંજ્ઞા, દુષ્ટ લેશ્યા, વિકથા, ઈદ્રિય, કષાય, દુષ્ટ ચેગ, મિથ્યાત્વ અને રાગાદિની આધીનતાદિ પયુક્ત હોય તે તેનું એકાકીપણું ફોગટ છે. કેમકે વિઠ, ધૂd, ગુપ્તચર અને ચેર એ સર્વે શું એકલા નથી ભમતા? ૩૩-૩૪. જેમ દૂધ દૂધની સાથે, પાણી. પાણીની સાથે, દીવ દીવાની સાથે અને અમૃત અમૃતની સાથે મળીને એકપણને પામે છે. તેમ મુનિ પણ મુનિની સાથે ભળી જઈ એકપણાને પામે છે. ૩૫. પુણ્યપાપને ક્ષય થવાથી મુક્ત બનેલા અને કર્મવિનાના હોવાથી એકાછી બનેલા પરમાત્માને વિષેજ અનાહારપણુવડે હંમેશાં સાચું એકાકીપણું પ્રતિષ્ઠા પામેલું છે. ૩૬. અથવા તે આ શ્રીજિનાગમને વિષે કઈ પણ વસ્તુને સર્વ પ્રકારે વિધિ કે નિષેધ