Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 435
________________ નમસ્કાર-માહાભ્ય ૩૮૫ વચન અને કાયાવડે વિકારવિનાના મુનિઓ ઘણા હોય તે પણ પરસ્પર અપ્રીતિ થતી નથી. ૧૮. જેમ અનેક નિર્જીવ પદાર્થો એકઠા કરવામાં આવે તે પણ તેમાં ચૈતન્ય ઉત્પન્ન થતું નથી, ઘણું કાયર માણને ભેગા કરવા છતાં તેમનામાં સાહસ-પરાક્રમ ઉત્પન્ન થતું નથી, તેમ સાધુઓ પણ ઘણા હેય તેય તેઓમાં પરસ્પર કલહ. (ઝધડ) થતો નથી ૧૯ જે મૂઢબુદ્ધિવાળે સાધુ પાંચ-છ સાધુઓની. સાથે રહેવાથી પણ ગ્લાનિ (ખે) પામે છે, તે મૂએકજ સ્થાનમાં રહેલા અનત સિહોની સાથે રહેવાની ઇચ્છા કયી રીતે કરી શકશે? ૨૦. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ મહારત્નને ધારણ કરનાર મુનિઓને રાગાદિ શત્રુઓના ઉપથી ભયકર એવા સન્માર્ગમાં એકલા ચાલવું એ કલ્યાણ માટે થતું નથી. ૨૧. એકલાને ધર્મકાર્યમાં ઉલ્લાસ થતો નથી, એકલાને સંપૂર્ણપણે કાર્યસિદ્ધિ થતી નથી, એકલાને સંપૂર્ણ રીતે ઇચ્છિતની પ્રાપ્તિ થતી નથી અને એટલે મોક્ષમાર્ગની આરાધના માટે સમર્થ બનને નથી. ૨૨. જેમ કફના રોગમાં સાકર આપવી અને તાવમાં ઘીવાળુ ભોજન આપવું એગ્ય નથી, તેમ અગીતાર્થ સાધુમા એકાકીપણું ગ્ય નથી. ૨૩એકલે પ્રાય ચેર જેવું ગણાય છે, બે માણસ સાથે હોય તે તેમના ઉપર ઠગપણાની શંકા કરાય છે, ત્રણ મનુષ્ય સાથે હેય તે તે વિશ્વાસનું પાત્ર બને છે અને ઘણાનો સમુદાય હેય તે તે રાજાની જેમ શેભે છે ૨૪. “તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ વગેરે એકલાજ વિચરે છે,” એવા દૃષ્ટા આપી બીજા મુનિઓએ એકાકીપણાને આશ્રય ન કરવો જોઈએ, કારણ કે--જ્ઞાનચક્ષુવાળાઓની સાથે ચર્મચક્ષુવાળાઓએ સ્પર્ધા કરવી એ યોગ્ય નથી. ૨૫. અથવા તે. ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનારા સર્વ પ્રાણીઓને પુણ્ય અને પાપ નિરંતર સાથે જ હોવાથી તેઓમાં એકલાપણું કદિ પણ ઘટતું જ નથી. ૨૬. ચર્ચિક (દુષ્ટ વ્યંતરી) જેવી આહારાદિ સંતાઓ, કૃષ્ણલેશ્યા વગેરે દષ્ટ લેગ્યાઓ અને રાજકથા વગેરે વિકથાઓ ન. સિ. ૨૫.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458