________________
[૧૧] અનાનુપૂવી
નસરકારમંત્રની ગણના કરવા માટે અનાનુપૂર્વી એક ઉત્તમ સાધન છે. તે અંગે જૈન શાસ્ત્રોમાં કહેવાયું છે કેઅનાનુપૂવી ગણજે જેય, છમ્માસી તપનું ફલ હોય; સંદેહ નવ આણે લગાર, નિર્મળ મને જપે નવકાર. ૧ શુદ્ધ વસે ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક એમ અનાનુપૂવી જે ગણે, તે પાંચસો સાગરનાં પાપને હણે. ૧
અનાનુપૂર્વમાં કુલ ૨૦ યત્રે હોય છે અને તે દરેક યંત્રમાં આડા પાંચ અને ઊભા છ ખાના મળી કુલ ૩૦ ખાના. હોય છે. તેની એક આડી હારમાં ૧ થી ૫ સુધીના આંકડા અમુક રીતે ગોઠવીને મૂકેલા હોય છે. તેમાં આનુપૂર્વી એટલે અનુક્રમ નથી, એટલે તે અનાનુપૂવી કહેવાય છે. તેનાં વ્યુત્ક્રમવાળાં પદોની ગણના કરતાં મન જ્યાં ત્યાં જઈ શક્ત નથી, અથાત્ એકાગ્રતા અનુભવે છે અને તેજ એની સાચી મહત્તા છે. તેમાં ૧ હોય ત્યાં નમો અરિહંdળ, ૨ હોય ત્યાં નમો સિદ્ધા, એ રીતે ૫ હોય ત્યાં જ છો સવ્વસાહૂ મનમાં બેસવાનું છે. શ્રાવક-શ્રાવિકાએ શુદ્ધ વર પહેરીને પ્રતિદિન એક અનાનુપૂવી અવશ્ય ગણવી જોઈએ. ન. સિ. ૨૪