________________
નમસ્કાર માહા
૩૭૭
તેમ એકમેક થઈ ગયેલ આત્મા અને કર્મને એક અરિહંત પરમાત્માજ વિશેષે કરીને અલગ કરે છે. ૧૬ (સ્મરણ કરવું) (ચિંતન કરવું) વગેરે જોડાક્ષરવાળા ધાતુઓના અક્ષર, જેમ સ્વભાવથી જ સંબંધવાળા છે, તેમ આત્મા અને કમને સંબધ પણ સ્વભાવથી જ સંબંધિત છે. આ નક્કર સત્યને અન્યતીથિ વડે મહંત ગણાતાઓ પણ દુખે કરીને જાણે શકે છે. ૧૭. બીજ અને અંકુરાની જેમ તથા કુકડી અને ઈડાની જેમ, આત્મા અને કર્મને પરસ્પર સંબંધ અનાદિ કાલને છે, તેમાં અમુક પહેલાં હતા અને અમુક પછી હતા, એવો પૂર્વાપર સંબધ સર્વ પ્રકારે છે જ નહિ. ૧૮.
તાયિને એટલે કર્મના પાશમાં ફસાયેલા આત્માઓનું રક્ષણ કરનારા, સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણુઓને તારનારા અને તત્વજ્ઞાનીના ૫ણુ સ્વામી એવા જિનેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. ૧૯.
i એ અક્ષર ત્રણ ઊભી લીટીવાળો અને માથે મી ડાવાળો છે, એ એમ સૂચવે છે કે–દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્વની આરાધનાવડે પિતાના આત્માને પવિત્ર કરનાર ભવ્ય જીવ શાશ્વત સ્થાનભક્ષને પામે છે. ૨૦. ભાથું બાધેલા, ત્રણ સરલ રેખાવાળા અને મીંડાવાળા “ઇ” એવા અક્ષરને જે નિરતર બોલે છે, તે ત્રિકરણ (મન, વચન અને કાયા) શુદ્ધિવડે સરલ બનીને ત્રણે કાલમાં ત્રિભુવનના મુગટરૂપ બને છે. ૨૧. સાત ક્ષેત્રની જેમ સફળ તથા સાતક્ષેત્રની જેમ શાશ્વત એવા નમસ્કાર મહામંત્રના પ્રથમ “નમો અરિહંતા” પદના સાત અક્ષરો મારા સાત પ્રકારના ભને નાશ કરો. ૨૨, ઇતિ શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત નમસકારમાહામ્ય સંક્ષિપ્ત ભાવાનુવાદને પ્રથમ પ્રકાશ સમાપ્ત
૧. જિનમૂર્તિ, જિનમદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાત ક્ષેત્ર. ૨. ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈયેવત અને ઐરાવત આ સાત ક્ષેત્ર.