________________
:૩૩૪
નમસ્કારમંત્રસિદ્ધિ કર્મને ક્ષય કરવા માટે આ બે મંત્રોનું ચંદ્ર સમાન શ્વેત વણે ધ્યાન ધરવું, સ્તંભનકાર્ય માટે પીતવણે ધ્યાન ધરવું, ક્ષોભ ઉત્પન્ન કરવા માટે રક્તવણે ધ્યાન ધરવું અને વિષણ માટે કૃષ્ણવર્ણ ધ્યાન ધરવું.
આ મંત્રને સવા લાખ જપ કરવામાં આવે તે એ મૃત્યુંજયમંત્રનું કામ આપે છે, એ અમારે અનુભવ છે. વળી તેની ધૂન લગાવવાથી નાના રેશે કે શુદ્ર ઉપદ્રવ તરત શમી જાય છે, એવું પણ અમે એકથી વધારે વાર અનુભવ્યું છે.