________________
૩૧૯
કાર અથવા પ્રણવમંત્ર
ॐकारस्तोत्र प्रणवस्त्वं परब्रह्मन् लोकनाथो जिनेश्वरः । कामदरत्वं मोक्षदस्त्वं ॐकाराय नमो नमः ॥ १॥
“હે કાર! તું પ્રણવ છે, તું પરબ્રહ્મ છે, તું લેકનાથ છે અને તું જ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામનાઓ પૂરી કરનારે છે તથા મેક્ષસુખને આપનાર છે. એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર હે.”
* पीतवर्णः श्वेतवर्णों रक्तवर्णों हरिद्वरः । कृष्णवर्णो मतो देवः ॐकाराय नमो नमः ॥२॥
“હે કાર ! તું પીતવર્ણને, શ્વેતવર્ણને, રક્તવર્ણન, ધૂમ્રવર્ણને તથા કૃષ્ણવર્ણને એમ પાંચ વર્ણને દેવ મનાયેલ છે. તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.”
તાત્પર્ય કે કારરૂપી દેવનું આ પાંચ વર્ણો વડે ધ્યાન ધરવામાં આવે છે. તેનું ફલ આગળ સાતમી તથા આઠમી ગાથામાં બતાવવામાં આવશે.
नमस्त्रिभुवनेशाय रजोऽपोहाय भारतः। पञ्चदेवाय शुद्धाय ॐकाराय नमो नमः ॥३॥
“હે કાર! તું ત્રિભુવનને સ્વામી છે અને ભાવથી કર્મરૂપી રજનું હરણ કરનારે છે. વળી તું (પંચપરમેષ્ઠી સ્વરૂપ હોવાથી) પંચદેવ તરીકે વિખ્યાત છે અને (તાવિક દૃષ્ટિએ) અતિ શુદ્ધ છે. એવા તને ભારે પુનઃ પુનઃ નમસ્કાર છે.”