________________
સાધના સમયની વિશિષ્ટ ચય
૨૯૫ ગુરુ સાથે કરવી. અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરવામાં ઘણું જોખમ રહેલું છે. તેમાં કેઈ નાસ્તિક શિરોમણિને ભેટો થઈ ગયો અને તેને અમુક વિચાર મનમાં જચી ગયે. તે સાધના મંદ પડી જાય છે અથવા તો તેમાંથી ભ્રષ્ટ થવાને વખત આવે છે.
મંત્રજપ નિયમિત સમયે શરૂ કરે અને નિયમિત સમયે પૂરે કર. કેઈ અસાધારણ કારણ ઉપન્ન થયું હોય તે વહેલે-ડે પણ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે નિયમિત થવાની કાળજી રાખવી. નિયમિતતા એ જીવનની મોટી શિસ્ત છે અને તે આ રીતે કેળવાય એ પણ મોટો લાભ જ છે. એક બાબતમાં નિયમિત થવાની ટેવ પડે કે બીજી બાબતમાં પણ નિયમિત થવાશે અને એ રીતે આખું જીવન નિયમિત બનશે.
મંત્રજપ દરમિયાન શકય હોય ત્યાં સુધી આયંબિલ, એકાશન આદિ તપશ્વર્યા કરવી, કારણ કે મનને શાંત અને સ્થિર કરવામાં તે ઘણું ઉપયેગી નીવડે છે. કદી તેમ ન બની શકે તે છૂટા મહોએ તે ખાવું જ નહિ. તાત્પર્ય કે ઓછામાં ઓછું બે-આસણું તે કરવું જ. વળી તેમાં પણ શક્ય એટલી ઊદરિકા કરવી અને રસનો પણ બને તેટલે ત્યાગ કરે. વિશેષ આહાર કે રસવાળો આહાર મંત્રજપ માટે અનુકૂળ નથી. વિશેષ ન બને તો મીઠાઈ અવશ્ય છોડવી અને તીખી તમતમતી વાનગીઓ આરેગવાને વિચાર માંડી વાળવે. ઈન્દ્રિયે બેફામ બને તે મનને જ્યાં ત્યાં ખેંચી