________________
સિદ્ધિની સમીપમાં
ತಿಂತಿ
જ્યોતિ પરથતિ સર્વત્ર, શરીર ના દરીયુ. . निजं शरीरमथवा, देवतामयमेव हि ॥
મંત્રસિદ્ધિ તદન સમીપમાં હોય ત્યારે સર્વત્ર જ્યોતિ દેખાય છે, અથવા પિતાનું શરીર પ્રકાશમય દેખાય છે અથવા તે પિતાનું શરીર દેવતામય જણાય છે.”
આ સિવાય આનંદનાં અશ્રુ આવવાં, દેહ પુલક્તિ થ, ગદ્ગદ્ ભાષણ થવું આદિ બીજાં પણ કેટલાંક લક્ષણે જોવામાં આવે છે.
કેટલાક લોકો એમ માને છે કે આ કાલમાં ગમે તેટલી કઠિન કે ઉગ્ર સાધના કરીએ તે પણ મંત્રદેવતા સાક્ષાત્ દર્શન આપતા નથી. અલબત્ત, તેઓ સ્વપ્નમાં દર્શન દે છે,
ગેનું નિવારણ કરે છે કે પુષ્પપ્રવેશ આદિથી તેનું પ્રમાણ આપે છે. પણ આ માન્યતા સર્વાંશે સાચી નથી. આજે પણ એવા મંત્રસાધકે જોવામાં આવ્યા છે કે જેમને મંત્રસાધનાના પરિણામે મંત્રદેવતાનાં દર્શન થયાં હોય અને તેમની વિવિધ પ્રકારની કામનાઓ અજબ રીતે પૂરી થઈ હોય.
ઘડીભર માની લઈએ કે આજે ખરેખર મંત્રદેવતા સાક્ષાત દર્શન આપતા નથી, પણ સ્વપ્નદર્શન, રેગનિવારણું, પુષપ્રવેશ આદિથી પ્રમાણ આપે છે અને સાધકના મને રથની સિદ્ધિ કરે છે, તે એ હકીકત મંત્રસિદ્ધિની વિરુદ્ધની નથી, પણ તરફેણની જ છે. સાધકને તે એટલું જ જોવાનું કે જે ચેયની સિદ્ધિ અર્થે તેણે સાધના કરી, તે સફલ થઈ કે નહિ ?