________________
૩૦૫
સિદ્ધિની સમીપમાં
કેટલે જપ કર્યા પછી નમસ્કારમંત્રની સિદ્ધિ થાય?” એ પ્રશ્નના ઉત્તરમાં અમે ભટ્ટારિક શ્રી સકલકીર્તિવિરચિત તત્વાર્થસારદીપિકાને નિમ્ન શ્લોક રજૂ કરીશું: पाचो वो विश्वकार्याणां, सिद्धयेऽत्र परस्त्र च । तथासंख्या विधेयास्य, सहस्रलक्षकोटिभिः ॥
વાણી તથા આલોક અને પરલેકનાં સમસ્ત કાર્યોની સિદ્ધિ માટે આ મંત્રને હજાર, લાખ અને ક્રોડ સંખ્યા વડે જપ કરો.”
તાત્પર્ય કે કેઈકને અમુક હજારપ્રમાણુ જપ કરતાં જ તેની સિદ્ધિ થાય છે, કેઈકને અમુક લાખને જપ કરતાં સિદ્ધિ થાય છે, તે કઈકને ઝાડ કે તેથી પણ વધારે મંત્રને જપ કરવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સિદ્ધિને મુખ્ય આધાર સંખ્યા પર નહિ, પણ ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા પર છે. તેનું પ્રમાણ જેટલું વધારે તેટલી સિદ્ધિ વહેલી થાય છે. આને અર્થ એમ પણ સમજ કે જેનું ચિત્ત શુદ્ધ નથી કે સ્થિર નથી, તેને કદી પણ સિદ્ધિ થતી નથી.
ન સિ-૨૦