________________
[૩૧] કાર અથવા પ્રણવમંત્ર
પ્રવચનસારેદારવૃત્તિમાં કહ્યું છે કે “નમરકાર સર્વ મંત્રરત્નની ઉત્પત્તિનું સ્થાન છે, એટલે કે આર્યભૂમિમાં –આર્યાવર્તમાં આજે જે જે પ્રભાવશાળી મને જોવામાં આવે છે, તે બધયે નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા છે. કાર અથવા પ્રણવમત્ર કે જે જિનશાસનમાં અતિ પ્રસિદ્ધ છે* તથા અન્યત્ર પણ જેની મોટા પ્રમાણમાં ઉપાસના થાય છે, તેની ઉત્પત્તિ પણ નમસ્કારમંત્રમાંથી જ થયેલી છે. તેને નિર્દેશ કરતી એક પ્રાચીન ગાથા શ્વેતામ્બર તથા દિગમ્બર મંત્રસાહિત્યમાં નીચે પ્રમાણે દૃષ્ટિગોચર થાય છે?
अरिहंता अरारीरा, आयरिय उज्ज्ञाय मुणियो। पंचवखरनिष्फन्नो, ओंकारो पंचपरमिटी।।
એંકારમંત્ર પંચપરમેષ્ઠી સ્વરૂપ છે, કારણ કે તે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરથી બનેલે છે.”
* કાર તથા હ્રકારની ઉપાસનાને વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકટ થયેલ મંત્રચિંતામણિ 2 થમાં અપાયેલે છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જે.