________________
૩૧
નમસ્કારમંત્રસિદ્ધિ
'
અગ્નિનું પ્રમળ જળરાશિમાં પરિવર્તન થાય છે અને પ્રમળ જળરાશિનું સ્થળ તરીકે પવિતન થાય છે. વળી અટવી હોય ત્યાં નગર વસે છે અને સિંહ શિયાળ જેવા બની જાય છે. ઇતિહાસમાં એવા દાખલા નોંધાયેલા છે કે અમુક જૈન મુનિવરો જંગલમાંથી પસાર થતા હતા, તે વખતે સિંહ-વાઘ જેવા હિંસક પ્રાણીએ સામે મળ્યા હતા અને તેમણે શ્રદ્ધાપૂર્વક નમસ્કારમંત્રનું ધ્યાન કરતાં એ પ્રાણીઓ તદ્ન શાંત અની અન્ય માર્ગે ચાલ્યા ગયા હતા.
વિશેષ શું? दूरयत्यापदः सर्वाः पूरयत्यत्र कामनाः । राज्यस्वर्गापवर्गास्तु, ध्यातो योऽमुत्र यच्छति ॥
• ધ્યાન કરાયેલ આ મંત્ર આ લેકમાં સવ આપદાઓને દૂર કરે છે તથા સર્વ કામનાઓને પૂર્ણ કરે છે, તેમ જ પરલેાકમાં રાજ્યાદ્ધિનાં અને સ્વર્ગાપવર્ગાદિનાં (સ્વગ અને મેાક્ષ વગેરેનાં) સુખાને આપે છે, '
નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા અનેક કાર્ય સાધક મંત્રા હવે પછીનાં પૃષ્ઠોમાં આમ્નાય સાથે આપેલા છે, તેના પાઠકો શાંત સ્વસ્થ ચિત્તે અભ્યાસ કરે અને તેના લાભ લઈ પેાતાના જીવનને સુખી બનાવે, એ અમારી આંતરિક અભિલાષા છે.