________________
૩૦૮
નમસ્કારમંત્રસિદ્ધિ (૫) પ્રાપ્તિ–પૃથ્વી પર ઊભાં ઊભાં જ મેરુ પર્વતના.
જંગને સ્પર્શ કરી શકે તેવી સિદ્ધિ. કેટલાક એમ માને છે કે આ સિદ્ધિથી અહીં બેઠાં ચંદ્રમાને સ્પર્શ
કરી શકાય છે. () પ્રાકામ્ય-ભૂમિમાં પણ જલની જેમ ઉન્મજજન-નિમ
જન કરવાની સિદ્ધિ. (છ ઈશિત્વ-ચક્રવર્તી તથા ઈન્દ્રની અદ્ધિ વિસ્તારવાની
સિદ્ધિ. (૮) વશિત્વ ગમે તેવા ક્રૂર જંતુઓને પણ વશ કરી શકે
તેવી સિદ્ધિ.
નવપદાત્મક એને નમસ્કારમંત્ર સિદ્ધ થતાં નવનિધિની. પ્રાપ્તિ થાય છે. “નવપદ એનાં નવ નિધિ આપે” એ વચને પ્રસિદ્ધ છે. આ નવ નિધિઓનાં નામ નીચે પ્રમાણે જાણવા (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાય, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને. (૯) શંખ,
પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે આ નવનિધિઓમાં વિશ્વસ્થિતિનું કથન કરનારા શાશ્વત કલ્પના પુસ્તકે હોય છે.
(૧) નૈસર્ષનિધિ-ના માં ગ્રામ, આકર, નગર, પાટણ, દ્રોણુમુખ, મહંબ, સ્કંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાને વિધિ દર્શાવેલ હોય છે.