________________
નમસ્કારમંત્રસિદ્ધિ
૩૦૭ એક જ વિષય પ્રત્યે વહે છે, એટલે ધારણા પણ સિદ્ધ થાય છે. વિશેષમાં નમસ્કારમંત્રનું પદસ્થ આદિ ધ્યાન ધરતાં ધ્યાનની સિદ્ધિ થાય છે અને એ રીતે ધ્યાનની સિદ્ધિ થતાં સમાધિને લાભ પણ અવશ્ય મળે છે. આ રીતે નમસ્કારમંત્રની સાધના કરતાં રોગનાં આઠેય અગેની સિદ્ધિ થાય છે.
ગથી પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં અષ્ટસિદ્ધિને મહિમા ઘણે છે. નમસ્કારમંત્રની સિદ્ધિથી આ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી જ કહ્યું છે કે “આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ દાતાર? આ અષ્ટ સિદ્ધિઓ નીચે પ્રમાણે જાણવી? (૧) અણિમા-શરીરને અતિ નાનું બનાવી દેવાની સિદ્ધિ.
આ સિદ્ધિવાળે સેયના નાકામાં પણ પ્રવેશ કરી શકે
તેવડી નાની કાયા બનાવી શકે છે. (૨) મહિમા–શરીરને અતિ મોટું બનાવી દેવાની સિદ્ધિ.
આ સિદ્ધિવાળે મેરુ પર્વત જેવડું મોટું શરીર બનાવી
શકે છે કે જે પ્રમાણે વિકુમાર મુનિએ બનાવ્યું હતું. (૩) લધિમા-શરીરને અતિ હલકું બનાવી દેવાની સિદ્ધિ.
આ સિદ્ધિવાળે પિતાના શરીરને પવનથી પણ હલકું બનાવી શકે છે. ગરિમા–શરીરને અતિ ભારે બનાવી દેવાની સિદ્ધિ, આ સિદ્ધિવાળે પિતાના શરીરને પહાડ જેટલું વજનદાર બનાવી શકે છે.