________________
૩
સાધના સમયની વિશિષ્ટ ચર્યા
નમસ્કારમંત્રની સાધના એ ખરી રીતે જીવનપરિવર્ત.. નની સાધના છે, એટલે દરેક પ્રકારની દુષ્ટ પ્રવૃત્તિ તથા દરેક પ્રકારના દુષ્ટ સંસ્કારથી બચવું જોઈએ અને સાત્વિક ભાવોની વૃદ્ધિ થાય તેમ કરવું જોઈએ. જે સાધકનું અંતર. સાત્વિક ભાવથી ભરપૂર હશે તે નમસ્કારમંત્રની સિદ્ધિ સત્વર થશે, તેથી તામસિક તથા રાજસિક ભાથી દૂર રહેવું, એ સાધક માટે હિતાવહ છે.
નમસ્કારમંત્રનો જપ શાંત અને સ્વસ્થ ચિત્તે થવા લાગે કે શાંતિને અનુભવ થાય છે, એક જાતને અલૌકિકઆનંદ આવવા લાગે છે, શુદ્ધ રે મટવા માંડે છે, મોટા. રેગના મૂળ ઢીલાં પડી જાય છે અને કેટલીક વાર સુંદર સ્વને પણ આવે છે. તેમાં ધમાચાર્ય, ઉપાસ્યદેવની મૂર્તિ, મંત્રદાતા ગુરુદેવ, પ્રિયજન, પૂર્ણચંદ્ર, સૂર્ય, સમુદ્ર, જલથી ભરેલી નદી, કમલસહિત સરવર કે તળાવ, યંત્રરાજ, સુમેરુ પર્વત, નૌકાવિહાર, અગ્નિજવાલા, હંસ, ચકલાક, સારસ, મેર, બે ઘડાના રથમાં આરેહણું, શ્વેતછત્રધારણ, દીપપંક્તિ, માલાધારણું, દિવ્ય સ્ત્રીઓનું દર્શન, ત ઘડે, શ્વેત બળદ, શ્વેત હાથી, હાથી પર સવારી, વિમાનમાં બેસવું, રત્નના આભૂષણ તથા રાજ્યાભિષેક વગેરે દેખાય તે સમજવું કે સિદ્ધિ અવશ્ય થશે અને તે ટૂંકા સમયમાં જ થશે.
કેઈને પૂર્વના અધ્યવસાચથી ખરાબ કે ભયંકર સ્વપ્ન આવે તે ગભરાવું નહિ. તેણે એ કુસ્વપ્નદુસ્વપ્નની શાંતિ નિમિત્ત ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવો તથા દર મંત્રબીજની માળા ફેરવવી, તેથી કુસ્વપ્ન-દુસ્વન બંધ થઈ જશે..