________________
૩eo
નમસ્કારમંત્રસિદ્ધિ વિશેષ સંસર્ગ–પરિચય રાખવે નહિ તથા સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા કે રાજસ્થા પૈકી કઈ વિકથા કરવી નહિ, કારણ કે તે વિચારમાં વિકૃતિ લાવે છે અને મનની પવિત્રતા તેડી નાખે છે.
સ્ત્રીકથા એટલે સ્ત્રીના રૂપ, લાવણ્ય, શૃંગાર આદિ સંબંધી વાર્તાલાપ, ભક્તકથા એટલે ભેજનની વાનીઓ, સ્વાદ, પદ્ધતિ વગેરે અંગે વાર્તાલાપ, દેશકથા એટલે લેકેમાં પ્રવતી રહેલા જુદા જુદા પ્રકારના રીતરિવાજો સંબધી વાર્તાલાપ; અને રાજકથા એટલે રાજાઓના વૈભવ તથા ભેગવિલાસ વગેરે સંબંધી વાર્તાલાપ. અહીં રાજાઓનું સ્થાન જોગવી રહેલા ઉચ્ચ કક્ષાના અમલદારે વગેરે કે જેની રહેણીકરણ રાજાઓ જેવી છે, તેમને સમાવેશ પણ રાજાઓમાં જ કરે. જ્યાં આ પ્રકારને વાર્તાલાપ થતો હોય, ત્યાંથી નમસ્કારમંત્રને સાધક હઠી જાય, એ અત્યંત જરૂરતું છે.
વળી નાટક, સીનેમા તથા ભાંડવૈયાના ખેલે પણ વજર્ય ગણવા જોઈએ અને તેને લગતાં સામયિકે તથા વર્તમાનપત્રે વાંચવાનું પણ મેકફ રાખવું જોઈએ, કારણ કે તેમાં આ ચારેય પ્રકારની વિકથાઓ વિવિધ રીતે રજૂ થયેલી હોય છે અને ગારિક ચિત્રને પણ સારા પ્રમાણમાં સ્થાન અપાયેલું હોય છે.
સાધના દરમિયાન સોગઠાબાજી કે ગંજીફા જેવી રમત રમવી નહિ કે ટોળટખળ અથવા ગપસપમાં વખત ગુમાવવો નહિ. આ બધી વસ્તુઓ ચિત્તને શાંત-સ્થિર કરવામાં બાધક છે, એ વસ્તુ સાધકે અવશ્ય યાદ રાખવી.