________________
૨૯૮
નમસ્કારમંત્રસિદ્ધિ
બીલાં, ચણીબેર, એળા તથા મગની શીંગ વગેરે તુચ્છ ફળ ગણાય છે.
ચલિત રસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ફરી જવાના કારણે અભક્ષ્ય છે. વાસી, પડતર કે બગડી ગયેલી વસ્તુઓને. સમાવેશ આ પ્રકારમાં થાય છે.
મંત્રસાધનામાં શરીર અને મન એ બંને પાસેથી કામ લેવાનું છે, એટલે તે બંને સ્વસ્થ રહેવાં જોઈએ. જે શરીર સ્વસ્થ ન હોય, તેમાં કઈ ગરબડ થઈ ગઈ હોય કે તેમાં પીડા થતી હોય તે સ્મરણ, જપ, ધ્યાન, પૂજા આદિ શી રીતે થઈ શકે ? “ીરમ રજુ ઘસઘન-શરીર એ. ખરેખર! ધર્મનું પ્રથમ સાધન છે” એમ જે કહેવાયું છે, તે આ દૃષ્ટિએ જ કહેવાયું છે.
જે તંદુરસ્તીના નિયમોનું ચીવટાઈથી પાલન કરીએ. તે મોટા ભાગે હરક્ત આવતી નથી અને તેની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે.
અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે “કાયા કાચા કુંભ જેવી છે, તેની માયા–મમતા શી? એમ વિચારી. કઈ તેના પ્રત્યે બેદરકાર રહે અને બિમારીને નોતરે તે હરગીઝ ઈચ્છવા ચોગ્ય નથી. “કાયા પ્રત્યે મેહ-મમતા રાખવી નહિ? એને અર્થ એ છે કે તેનું વધારે પડતું લાલન-પાલન કરવું નહિ કે તેને ફટવવું નહિ, પણ તેના પ્રત્યે બેદરકાર બની બિમારીને નોતરવી, એમાં કઈ જાતનું ડહાપણું નથી, એથી તે તપ–નિયમાદિ જે ધર્મકરણ કરતા હોઈએ તેમાં