________________
૨૮૨
નમસ્કારમંત્રસિદ્ધિ થાય છે તથા અપાયાપગમાલિશચનું ઊંડું ચિંતન કરતાં જે કંઈ આપત્તિ આવી છે કે આવવાના ભણકારા વાગતા હોય તે દૂર થાય છે.
આપણે મનમાં ધીમેથી ચરિહંતાળ એવું પદ બેલીએ અને અરિહંતદેવની ઉપર વર્ણવી તેવી મંગલ મૂતિ આપણું મનમાં બરાબર આવી જાય તે સમજવું કે આ ધ્યાનમાં આપણું સારી પ્રગતિ થઈ છે.
આ રીતે અન્ય ચાર પરમેણીનું ચિંતન કરવાનું છે, અને તે તે પદ બેલીએ કે તેમનું સ્વરૂપ આપણું મન પર બરાબર આવી જાય તેમ કરવાનું છે.
પછી તે તેઓ સાક્ષાત્ અંતરમાં બિરાજી રહ્યા છે, એમ જ લાગશે.
નમસ્કારમંત્રની પાપપ્રણાશન શક્તિનું ધ્યાન કેમ ધરવું? તેની પણ કેટલીક રીતે શાસ્ત્રમાં જોવામાં આવી છે. તે અનુસાર તેને વિધિ જણાવીએ છીએ.
ત્યાં સાધકે એમ ચિંતવવું કે મારા શરીરમાં રહેલી સર્વ પાપરજ મારા મસ્તકમાં એકત્ર થઈ રહી છે અને તે ધૂમ્રશિખા રૂપે બ્રહારમાંથી બહાર નીકળી રહી છે. એ રીતે મારા સર્વ પાપનું પ્રભુશન થઈ રહ્યું છે.
બીજી રીત એવી છે કે પોતે કર્મ રૂપી ઈંધણના ઢગલા પર બેઠેલે છે, અને નીચે દીપશિખાના આકારવાળું એવું અગ્નિબીજ છે, એમ ચિંતવવું. પછી તેની નીચે ચે એવું