________________
મંત્રાનુષ્ઠાન
1. ૨૮૭ (૧૦) નવકારવાળી વેત વર્ણની રાખવી. (૧૧) અનુષ્ઠાન દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું
તથા પુરુષે એ સ્ત્રીને તથા સ્ત્રીઓએ પુરુષને પરિચય
વર્જ. (૧૨) સંથારા પર સૂવું. (૧૩) બને ત્યાં સુધી મૌન રાખવું. (૧૪) પદ્માસન કે સુખાસન ગ્રહણ કરવું. (૧૫) ચોગમુદ્રા ધારણ કરવી. - જે સ્થળે આ સામુદાયિક અનુષ્ઠાન કરવામાં આવે, ત્યાં નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છેઃ (૧) સેસે હાથ સુધી ભૂમિશાધન કરવું, એટલે કે ત્યાં
કઈ પ્રકારની અશુચિ જણાય છે તેને તરત દૂર કરવી. (૨) ત્યાં પાંચ પરમેષ્ઠીની પાંચ પ્રતિમા સ્થાપન કરવી. (૩) ગાયના ઘીને અખંડ દીપક રાખવે. (૪) સુગંધી ધૂપ કરે. (૫) પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપવી. (૬) પુરુષોનું તથા સ્ત્રીઓનું સ્થાન જુદું રાખવું. (૭) સ્થાન બને ત્યાં સુધી એકાંતવાળું પસંદ કરવું.
વર્તમાનકાલમાં આ અનુષ્ઠાનને વ્યવસ્થિત પ્રચાર કરવાને યશ પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્યને ફાળે જાય છે. તેમણે આ અનુષ્ઠાન સંબધી જે મંગલ માર્ગદર્શન આપેલું, તે અતિ ઉપયોગી હોઈ અહીં રજૂ કરવામાં આવે છે.